મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટેની પ્રક્રિયા ૩૦ મી સુધી લંબાવાઈ


SHARE











મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટેની પ્રક્રિયા ૩૦ મી સુધી લંબાવાઈ

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લામાં માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે આઈ.ટી.આઈ. મોરબી, માળીયા- મિયાણા, હળવદ, ટંકારા, વાંકાનેર અને મોરબીમાં કાર્યરત છે. જેમાં વિવિધ પ્રકારના એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ- ૨૦૨૪ માટે  ખાલી રહેલ બેઠકોમાં  ચોથા તબક્કાની વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ પ્રક્રિયાની તારીખ- ૩૦/૧૦/૨૦૨૪ સુધી લંબાવાઈ છે.

તે માટે ઈચ્છુક ઉમેદવારોએ ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in આ વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. તેમજ રૂ.૫૦ રજીસ્ટ્રેશન ફી ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ આઈડી, યુપીઆઈ કયુઆર કોડ, નેફટ વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે.   જિલ્લાની દરેક આઈ.ટી.આઈ. ખાતે સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક દરમ્યાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, સંસ્થા ખાતે ખાલી રહેલ બેઠકો પર
મેરીટ આધારિત પ્રવેશ આપવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે. પ્રવેશ ફોર્મ ભરવા માટે જરુરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત કરેલ નકલો સાથે લાવવાના રહેશે. જેમાં ધોરણ ૮, ૯ અને ૧૦ ની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (એસ.ટી./એસ.સી./એસ.સી.બી.સી./ઈ.ડબલ્યુ. એસ. માટે), આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોઝ, બેંક પાસબુકની નકલ અને આવકનો દાખલો સાથે રાખવાનું રહેશે.  આ અંગે વધુ માહિતી મેળવવા માટે જે- તે સંસ્થાનો રૂબરૂ સંપર્ક સાધી શકાશે. તેમ આચાર્ય, ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે

મોરબીમાં સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું 

મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મોરબી નગરપાલિકાના માર્ગદર્શન હેઠળ સફાઈ કર્મચારીઓ/ સફાઈ મિત્રો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ મિત્રોના આરોગ્યની જાળવણી થાય અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.






Latest News