મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર થયો ફેરફાર
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક સગર્ભાની 108માં જ સફળ ડિલિવરી કરાવી


SHARE











મોરબીના મકનસર નજીક સગર્ભાની 108માં જ સફળ ડિલિવરી કરાવી

મોરબી વાંકાનેર નજીક આવેલ મકનસર પાસે સિરામિક એકમમાંથી સાયરાબેન અંતરસિલભાઈ નામના સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને 108 ને સાંજે 5:44 વાગ્યે કોલ કરવામાં આવેલ હતો માટે 108ની ટીમ ત્યાં પહોચી હતી અને સગર્ભા મહિલાને લઈને હોસ્પિટલ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રસૂતાને દુખાવો વધી ગયો હતો અને તેને 108 માં જ મહિલાએ બાળકને જન્મ આપેલ હતો ત્યારે પહેલા બાળકનો હાથ બહાર આવેલ હતો અને બાળક ઉલટું જોવા મળેલ હતું. જેની બ્રિચડીલેવરી કરાવેલ હતી. આ કામગીરી ડો. વિશાલના માર્ગદર્શન હેઠળ ઇએમટી પ્રવીણભાઈ મેર અને પાઇલોટ રણજીતભાઈએ કરી હતી અને હાલમાં માતા અને બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.






Latest News