મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં સફળ પ્લાસ્ટિક સર્જરી, કાચનો ઊંડો ઘા વાગતા દર્દીનો હાથ અને અંદરની 12 નસો કપાઈ તેની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી આપી


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલમાં સફળ પ્લાસ્ટિક સર્જરી, કાચનો ઊંડો ઘા વાગતા દર્દીનો હાથ અને અંદરની 12 નસો કપાઈ તેની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી આપી

બધી જ સારવાર અને ઓપરેશન દર્દીને આયુષ્યમાન યોજના અંતર્ગત ફ્રીમાં કરી અપાયું : નસોના નિષ્ણાંત તબીબ એવા પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલની આગવી સૂઝબૂઝથી દર્દીનો હાથ સાજો થઈ ગયો

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના એક ગામડામાં 27 વર્ષની ઉમરના એક યુવાન ને બારીનો કાચ હાથના કાંડાના ભાગે લાગતાં ખૂબ ઉંડો ઝખમ બની ગયો હતો અને ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરતું ઇજા ગંભીર હોવાથી દર્દીને મોટી હોસ્પિટલ એ લઈ જવાનું કહ્યું હતું. આથી વધુ સારવાર માટે એને મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીની તપાસ કરતાં હાથની બધીજ આંગળીઓ વળવાની બંધ થઈ ગઈ હતી.. દર્દી મુઠ્ઠી પણ બનાવી શકતો ન હતો. ઘણી નસો કપાઈ ગયેલ હોય એવું લાગતું હતું. આથી કપાઈ ગયેલ નસોના નિષ્ણાત ડોક્ટર એવા પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા ઈમર્જન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ડૉ. આશિષ હડિયલના કેહવા પ્રમાણે કાચ વાગવાથી થયેલ ઈજામાં બહાર દેખાય એના કરતાં અંદર ઘણી બધી, વધારે ઇજા હોય છે. આ દર્દીને હાથની લોહીની નસ, ચેતાની નસ, આંગળીઓ વાળવાની નસો અને કાંડું વાળવાની નસ આમ કુલ મળીને, 12 નસો કપાઈ ગયેલ હતી. બધી જ નસોને માઇક્રો સર્જરી કરી જોડવામાં આવી હતી. અને દર્દીનો હાથ પહેલાની જેમ કામ કરતો કરી દીધો હતો.

આ એક જટિલ ઓપરેશન હોય છે અને મોટા શહેરોમાં જ થાય છે. કારણ કે આવા જટિલ ઓપરેશન સામાન્ય રીતે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કરતાં હોય છે. આ ઓપરેશનનો ખર્ચ પણ વધારે આવતો હોય છે.

મોરબીની આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવા જટિલ ઓપરેશનના નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન ફૂલ ટાઈમ સેવા આપતા હોવાથી દર્દીને રાજકોટ કે અમદાવાદ જેવા શહેરોમાં ગયા વિના ઘર આંગણે જ ઉતમ સારવાર મળી શકી હતી .

બધી જ સારવાર અને ઓપરેશન દર્દીને આયુષ્યમાન યોજના અંતર્ગત તદન મફતમા કરી આપવામાં આવેલ છે. 

આયુષ હોસ્પિટલ

જુના બસ સ્ટેન્ડ પાસે,
સાવસર પ્લોટ, મોરબી
મો.નં.92281 08108

 




Latest News