મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારામાં હાથ ઉછીના લીધેલ રૂપિયા સામે આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE











ટંકારામાં હાથ ઉછીના લીધેલ રૂપિયા સામે આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

ટંકારામાં હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની ફરીયાદનો કેસ ટંકારાની કોર્ટમા ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટે દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ ૨,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવાનો તથા રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપી ધોળકીયા પાર્થ ચુનીલાલને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મીત્ર ચીરાગભાઈ પ્રદિપભાઈ સોલંકી પાસેથી હાથ ઉછીના લીધેલ હતા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી ધોળકીયા પાર્થ ચુનીલાલે લેણી રકમ ચુકવવા ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ હતી. ત્યારબાદ આરોપી વિરૂધ્ધ કેશ ચાલી ગયેલ હતો જેમાં ફરીયાદી તરફે મોરબીના વકીલ નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા યાજ્ઞિકા મનસુખભાઈ દેવમોરારી રોકાયેલ હતા અને કેસ લડેલ હતા જેમાં વકીલે કરેલ ધારદાર દલીલ તેમજ રજુ કરેલ હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમના ૨,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવાનો તથા આ રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.






Latest News