મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો
મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા
SHARE
મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા
મોરબીના લોકો છેલ્લા ઘણા વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે ત્યારે કમિશ્નર પાસે ઘણી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે ત્યારે ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કમિશ્નરને કેટલા સૂચનો લોકોની સુખાકારી માટે કરવામાં આવેલ છે અને ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતા મોરબીને પહેલા કમિશ્નર નવી ઓળખ અપાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.
મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કમિશ્નરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકારે અનેક વાયદાઓ પછી મોરબીને કોપોરેશન આપેલ છે અને કમીશ્નરની પણ નિમણૂક કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના લોકોને કઈ કઈ સમસ્યા છે તેની માહિતી તો મળી જ હશે. આ મોરબી શહેર સિરામિક માટે જગ વિખ્યાત છે અને ટેક્સ ભરવામાં પણ પહેલા નંબરે આવે છે જો કે આ નગર ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતું થઈ ગયેલ છે. આ મોરબીમાં અગાઉ ડામર રોડ તો ઠીક પરંતુ સિમેન્ટ કોન્ક્રેટ રોડ પણ બે વર્ષથી વધારે ટકતા નથી. તેવું કામ લોકોએ આગાઉ જોયેલું છે. આજની તારીખે લોકોને ટ્રાફિક, રાખડતા ઢોર, જન્મ તારીખ દાખલા સહિતની અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. ત્યારે મહાપાલિકાના કમિશ્નર પાસે લોકોને ઘણી અપેક્ષાઓ છે અને રાજકોટના પૂર્વે કમીશ્નર જગદીશન દ્વારા જે રીતે કામ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે દબાણ દૂર કરવા સહિતની કામગીરી આપના દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.