મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા
મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સંગીત સ્પર્ધામાં બાળકોએ મેદાન માર્યું
SHARE
મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સંગીત સ્પર્ધામાં બાળકોએ મેદાન માર્યું
મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સુગમ સંગીત સ્પર્ધામાં બાળકએ મેદાન માર્યું હતું. જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ આયોજિત જિલ્લા કક્ષના કલા મહાકુંભમાં મોરબીના પૂર્વ પ્રિયંકભાઈ ઉદાસીએ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના વિભાગમાં સુગમ સંગીતમાં ત્રીજા નંબરે આવીને મોરબીનું અને તેના પરિવારનું નામ રોશન કરેલ છે.
જયારે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી સંચાલીત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન શ્રી જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર ખાતે કરવામાં આવેલ જેમાં વિવિધ પ્રકારની કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં ઓર્ગન સ્પર્ધામાં રાણા રાજવીબા દિવ્યરાજસિંહએ સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.