મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સંગીત સ્પર્ધામાં બાળકોએ મેદાન માર્યું
મોરબીના ત્રિલોકધામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૧૪૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો
SHARE
મોરબીના ત્રિલોકધામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૧૪૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો
ડો.હસ્તીબેન મહેતા ના એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અહિંના જયંતીભાઈ જેરાજભાઈ સેરસીયાના આર્થિક યોગદાન દ્વારા ત્રિલોક ધામ કુબેરનગરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.ત્યારે જયંતીભાઈ અને તેમના પત્ની ઉષાબેન પણ કેમ્પમાં હાજર રહ્યા હતા.આ કેમ્પમાં ત્રિલોક ધામના પ્રમુખ પ્રશાંતભાઇ મેહતા, મંત્રી કિશોરભાઈ પાટડિયા, ખજાનચી લખમણભાઈ કંઝરિયાના સુંદર આયોજનથી ૧૪૦ થી પણ વધુ દર્દીઓને લાભ મળ્યો હતો.
જેની નામ નોંધણી બિંદુબેન રાવલે કરૂ હતી.જયારે કૌશીકા રાવલે વજન કર્યું હતુ અને ૮૦ થી વધુ દર્દીઓનું બીપી કેતનભાઈ મેહતાએ ચેક કર્યું હતુ.તેમજ આંખના ડો.સુરેશભાઈ કાલરીયાએ ૫૦ વધુ દર્દીઓની આંખના નંબર ચેક કરીને જરૂરી સારવાર આપી.સાથે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા કુદરતી બક્ષિસ દ્વારા સાંધા, વા, ઘૂંટણ, કમ્મર વિગેરેના દર્દીઓની પોઇન્ટ દ્વારા સારવાર આપવામાં આવેલ અને દર્દીઓને રાહતનો અહેસાસ થયો હતો. ડો.હસ્તીબેન મેહતાએ દર્દીઓને તપાસી ૫૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ ફ્રી કરી આપેલ.રશ્મિભાઈ દેસાઈ દ્વારા ત્રણ દિવસની દવા આપવામાં આવેલ જેમા મંદિર દ્રારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.