મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

ચકચારી કેસમાં આકરો ચુકાદો: મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીના આજીવન સખત કેદની સજા, 35 હજારનો દંડ


SHARE













મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીના આજીવન સખત કેદની સજા, 35 હજારનો દંડ

મોરબીમાંથી વર્ષ 2023 માં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદની સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજૂ કરવામાં આવેલ જુદી જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને ન્યાયધીશ દ્વારા આરોપીને આજીવન સખત કેદની સજા તથા જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 35,000 નો દંડ કરવામાં આવ્યો છે.

મોરબીમાં રહેતા પરિવારની સગીર વની દીકરીનું તા 9/10/2023 ના રોજ લલચાવી ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પરિવાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 373 (1) તથા જાતીય ગુનાઓની બાળકોના રક્ષણ બાબતની અધિનિયમની 2012 ની કલમ (એ), 4 મુજબ ગુનો નોંધવામાં આવેલ હતો અને આ કેસની મળેલી વિગત મુજબ વર્ષ 2023 માં સગીરાનુ લલચાવી ફોસલાવી અને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને મોરબીથી વાંકાનેર, રાજકોટ, અમદાવાદ, મુંબઈ સુધી ટ્રેનમાં લઈ જઈને તથા અમદાવાદથી રાજકોટ પરત ટ્રાવેલ્સની બસમાં આવતા સમયે સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સાહિલ ઇલિયાસભાઈ કટીયાની તા. 13-10-2023 ના રોજ ધરપકડ કરી હતી.

આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટ અને અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટ અને અધિક સેશન્સ જજ કે.આર. પંડ્યા સાહેબ દ્વારા આરોપી સાહિલભાઈ ઇલિયાસભાઈ કટિયા (21) રહે. રોહીદાસ પરા મેઇન રોડ ચાર ગોદામ પાસે વીસીપરા મોરબી વાળાને આજીવન સખત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 35,000 નો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને વળતર માટેની યોજના હેઠળ અપીલ પિરિયડ બાદ 4 લાખ રૂપિયા તથા આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તે 35,000 મળીને કુલ 4.35 લાખ રૂપિયા વળતર આપવા માટેનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.




Latest News