મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

ઋષિ ભૂમિ ટંકારાના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે


SHARE













ઋષિ ભૂમિ ટંકારાના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે

બદલાતી જતી અતિઆધુનિક લાઈફ-સ્ટાઈલ અને બગડતું જતું ખાન-પાન યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ અને અનિંદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. પરંતુ આપણા ઋષિ મુનીઓ થકી આપણને વારસામા મળેલ અમુલ્ય ભેટ એટલે યોગ. જેના દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારિરીક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતીને પામી શકે છે. જે હેતુસર ઋષિ ભૂમિ ટંકારાના આંગણે તા 13,14 અને 15 ઓક્ટોબરના રોજ  સવારે 6 થી 6 સુધી ખજુરા રિસોર્ટ, રાજકોટ મોરબી હાઇવે, ટંકારા ખાતે યોગોત્સવ રાખવામાં આવેલ છે. આ યોગોત્સવ પ્રસંગે ખાસ દેવભૂમિ હરિદ્વારથી ઋષિભૂમિ ટંકારાના આંગણે પધારશે પૂજ્યા સાધ્વી દેવાદિતીજી. તેમજ મોરબી જિલ્લા અને ટંકારાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ યોગોત્સવ સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે. જેથી મોરબી જિલ્લાની તમામ લોકોને તેનો લાભ લેવા યોગ ટીમ ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે અને નામ નોંધણી 9558926180 અને 9687442735 પર કરાવી શકાશે.




Latest News