મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ શરદોત્સવ યોજાયો: ડિસ્ટ્રિક્ટ જજ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા


SHARE













મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ શરદોત્સવ યોજાયો: ડિસ્ટ્રિક્ટ જજ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા

મોરબીમાં શરદ પૂર્ણિમા નિમિતે ભૂદેવોના પરિવાર માટે પરશુરામ યુવા ગ્રૂપ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શરદપુનમની રઢિયાળી રાતે ભૂદેવોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ તેમજ જુદીજુદી કોર્ટના જજ અને સમાજના આગેવાનો, અધિકારીઓ, વકીલો સહિતના ભૂદેવો સહપરિવાર હાજર રહ્યા

મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન સોમવારે રાતે લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો જોડાયા હતા અને શરદોત્સવમાં જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સહિતનાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અને મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ આયોજિત શરદોત્સવમાં ભૂદેવો દ્વારા તન, મન, ધનથી સહકાર આપવામાં આવેલ હતો અને આ કાર્યક્રમમાં મોરબીના ડિસ્ટ્રિક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ, એડીશ્નલ સેશન્સ જજ કમલ આર. પંડયા સાહેબ તેમજ જુદીજુદી કોર્ટના જજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લાના સરકારી વકીલ વિજભાઈ જાની, જગદીશભાઇ ઓઝા, ગોપાલભાઈ ઓઝા, કિશોરભાઇ શુકલ, રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતના જુદીજુદી સરકારી કચેરીમાં ફરજ બજાવતા બ્રહ્મ સમાજના અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ યુવા ગૃપ પ્રમુખ ઉદયભાઈ જોષી, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ તેમજ વિજયભાઈ રાવલ સહિતની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સફળ સંચાલન કૌશલભાઈ હિતેશભાઇ મહેતા તેમજ મહિધારભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News