મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના ચકમપર ગામમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને જેતપર થી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને 108 મારફતે સારવાર માટે લઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે મિલનભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ લાલુભાઈ નાયક (18) નામના યુવાને કોઈપણ કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અન યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે




Latest News