મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકર્તાઓ જયપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશનમાં સહભાગી


SHARE













મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકર્તાઓ જયપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશનમાં સહભાગી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર ત્રણ વર્ષે અખિલ ભારતીય અધિવેશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે જયપુરની જામડોલીની કેશવ વિદ્યાપીઠ ખાતે ૫ થી ૭ ઓક્ટોબર દરમ્યાન યોજાયુ હતુ.જેમાં રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી દિયાકુમારીજીના વરદ હસ્તે મહાસંઘના કાર્યોના ફોટોગ્રાફ તેમજ દેશના ઋષિરત્નો  વૈજ્ઞાનિકો વગેરેનું જીવન કવન દર્શાવતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી.

૫ મી ઓક્ટોબરના રોજ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ નારાયનલાલ ગુપ્તા તેમજ મહામંત્રી ગીતાજી ભટ્ટ સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂર વગેરે મહાનુભાવોના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું ત્યારબાદ ઉદ્દઘાટન સત્રમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સુરેશ સોની વગેરેની  ઉપસ્થિતમાં અને સંબોધન સાથે અધિવેશનની શરૂઆત થયેલ.ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જુદા દાયિત્વ અનુસાર બેઠક થઈ, આ બેઠકમાં જવાબદારી મુજબ કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.આ અધિવેશનમાં જુની પેન્શન યોજના સહીત શિક્ષકોના પ્રાણ પ્રશ્નો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ,રાષ્ટ્રીય સુરક્ષા સીમાઓથી સમાજ સુધી અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યા.

અધિવેશનમાં સમગ્ર ભારતના ૨૯ રાજ્યોમાંથી ૩૫૦૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાંથી અખિલ ભારતીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ સહિત ૩૦૦ થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.શિક્ષણ નીતિ અને ગુણવત્તાવાન શિક્ષણ માટેના સંકલ્પ લીધા.આ અધિવેશનનું ઉદ્દઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ૫ ઓક્ટોબરે સવારે ૧૧ વાગ્યે કર્યુ હતુ જેમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ સુનીલભાઈ મહેતા, કાર્યકારિણી સદસ્ય સુરેશભાઈ સોની, ઉપ મુખ્ય મંત્રી દિયા કુમારી, ડૉ. પ્રેમચંદ બેરવા, શિક્ષણ મંત્રી મદન દિલાવર,  રાજ્યસભા સાંસદ ડૉ.સુધાંશુ ત્રિવેદી અને NCERT ડાયરેક્ટર દિનેશ સકલાણી, અખિલ ભારતીય અધ્યક્ષ નારણલાલ ગુપ્તા મહામંત્રી ડોક્ટર ગીતા ભટ્ટ સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર અને સહ સંગઠન મંત્રી જી.લક્ષ્મણ, નવી શિક્ષણ નીતિનો ઉચ્ચ શિક્ષણમાં અમલ કરનાર UGC ના પૂર્વ ચેર અને આઈ. આઈ. ટી.ના પ્રોફેસર એમ. જગદેશ કુમાર સહિતનાઓએ વિવિધ સત્રમાં ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.

આ અધિવેશનમાં વિવિધ વર્કશોપ, વિમર્શ, પ્રવચન તથા પ્રદર્શનીઓ યોજાઈ. દેશના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનું 'શિક્ષાભૂષણ' પુરસ્કાર તથા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહ ખાસ આકર્ષણ રહ્યા. રાજ્ય તેમજ રાષ્ટ્રીય રાજકીય - સામાજિક નેતા, શિક્ષણ નિષ્ણાતો અને વિષય વ્યાખ્યાતાઓ વિવિધ માર્ગદર્શક વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ. વિશેષ મુદાઓ અગાઉ દેશમાં શિક્ષકોની ભૂમિકા અંગે પાંચ વર્ષનું ચિંતન, માળખું તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની અમલવારી, શિક્ષક સમસ્યા,સમજ સે સીમા તક રાષ્ટ્ર કી સુરક્ષા વિષય પર રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુદ્ધાંશું ત્રિવેદીએ એમની આગવી શૈલીમાં પાથેય પૂરું પાડ્યું હતું સામાજિક અને સામૂહિક સુધારણા પ્રશ્નો વિશદરૂપે ચર્ચાયા હતા.અખિલ ભારતીય અધિવેશનમાં  મોરબી જિલ્લા વતિ અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા,કોષાધ્યક્ષ બળદેવ મેરજા, રમેશભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ અશોકભાઈ સતાસિયા વગેરેએ ઉપસ્થિત રહી મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.




Latest News