મોરબીથી ચોટીલા સુધી પદયાત્રા કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કુળદેવી ચામુંડા માતાજીનાં કરશે દર્શન
મોરબીમાં રોડના કામમાં બાળ કિશોરને મજૂરીએ રાખનારા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: આરોપીની ધરપકડ
SHARE







મોરબીમાં રોડના કામમાં બાળ કિશોરને મજૂરીએ રાખનારા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: આરોપીની ધરપકડ
મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કંડલા બાયપાસ તરફ જવાના રોડ ઉપર ચાલી રહેલા રોડના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ કિશોરને મજૂરીએ રાખવામા આવેલ હતો અને તેની પાસે કામ કરાવવામાં આવતું હતું જેથી હાલમાં કોન્ટ્રાક્ટર સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીવેનાઇલ જસ્ટિસની તથા બાળ અને તરુણ કાયદાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ મહેન્દ્રનગર ચોકડીથી કંડલા હાઇવે તરફ જવાના રસ્તા ઉપર રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા સગીર વયના બાળકને પોતાના રોડના કામોમાં મજૂર તરીકે રાખવામાં આવ્યો હતો અને તેની પાસે નાના મોટા પથ્થરો હટાવી સાવરણાથી રોડ ઉપર સાફ-સફાઈ કરાવીને ડામર પાથરવાનું કામ કરવામાં આવતું હતું આમ બાળકનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવતું હોય મોરબી એ.એચ.ટી.યુ.ના હેડ કોન્સ્ટેબલ નંદલાલભાઈ દેવજીભાઈ વરમોરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોડના કામના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં આરોપી સુરેશભાઈ રામસિંગભાઈ રાઠોડ (31) રહે. સરોરી રાઠોડ ફળીયુ તાલુકો સંજેલી જિલ્લો દાહોદ વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામ અને નીચી માંડલ વચ્ચેથી પ્રતાપભાઈ બાબુભાઈ સરડવા (55) નામના વ્યક્તિ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ખુટીયા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બાળક સારવારમાં
મોરબીના જેતપર ઉપર પાવરીયાળી નજીક બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં કરણ ધનુભાઈ બીલવા (5) રહે. પાવડીયારી નજીક વાળાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આ બાળક તેના પિતા સાથે બાઈકમાં બેસીને શાક માર્કેટ તરફ જતો હતો ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે ખસેડાયેલ છે.
