મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત
SHARE
મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત
મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન દ્વારા અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી-ગુજરાત સરકારને મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના વિચાર અનુસાર કોનોકાર્પસ નામક વૃક્ષથી થતા નુકસાન અંતર્ગત જાગૃતતા લાવવા રજૂઆત કરવામાં આવી હતી.જેના પ્રત્યુત્તરમાં અર્જુનભાઈએ સત્વરે નોંધ લઈને સહયોગ આપવા તેમજ યોગ્ય ઘટતું પૂર્ણ કરવા વળતો સહકાર આપવા માટે જણાવ્યું હતું. આ તકે મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન વતી પ્રદેશ મહામંત્રી ધ્રુવભાઈ જારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ જીલરીયા, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, મયુરભાઈ મહેતા અને હેતભાઈ કણજારીયા તેમજ મિશન નવ ભારત મોરબી જિલ્લા સમગ્ર ટીમ તેમનો આભાર વ્યક્ત કરે છે.