મોરબીમાં નિર્મલ સ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાં અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી તોડફોડ ગુનેગારોનો આશરો એટલે મોરબી ? : મધ્યપ્રદેશથી યુવતીનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે મળી આવ્યો મોરબી નજીક રીક્ષા અને કારને હડફેટે લેનાર 112 જનરક્ષક પોલીસ વાનના ચાલક સામે ગુનો નોંધાયો: રીક્ષા ચાલક સહિત છ જેટલા લોકોને ઈજા થતા સારવારમાં મોરબીના ગાળા ગામે સગાઇ તુટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ અને ટંકારાના કલ્યાણપર ગામે ઘરમાં બનાવેલ એક ઢાળીયામાં વૃદ્ધે જીવન ટુંકાવ્યા વાંકાનેર નજીક વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત વાંકાનેરના વઘાસીયા પાસે મજૂરીના બાકી રૂપિયા લેવા માટે કોન્ટ્રાકટર અને તેના માણસોએ સિરામિક કારખાનામાં કરી તોડફોડ: મશીનરીમાં 75 લાખનું નુકશાન હળવદના ચરાડવા નજીક કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસે થાંભલા સાથે અથડાઇ દંપતી ખંડિત: વાંકાનેરના સરતાનપર રોડે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા નીચે પડેલ મહિલા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જતાં મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક રીક્ષા અને કારને હડફેટે લેનાર 112 જનરક્ષક પોલીસ વાનના ચાલક સામે ગુનો નોંધાયો: રીક્ષા ચાલક સહિત છ જેટલા લોકોને ઈજા થતા સારવારમાં


SHARE













મોરબી નજીક રીક્ષા અને કારને હડફેટે લેનાર 112 જનરક્ષક પોલીસ વાનના ચાલક સામે ગુનો નોંધાયો: રીક્ષા ચાલક સહિત છ જેટલા લોકોને ઈજા થતા સારવારમાં

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર પાસેથી પોલીસ વિભાગને આપવામાં આવેલ 112 જનરક્ષક ગાડી લઈને પોલીસ કોન્સ્ટેબલ પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક રીક્ષા અને એક કારને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ કોન્સ્ટેબલ સહિત કુલ મળીને 6 લોકોને ઈજા થઈ હતી જેથી કરીને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે મોરબીની સરકારી અને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં સોમવારો રાતે સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર પાસેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક પોલીસ બોલેરો ગાડી લઈને કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં જવા માટે પસાર થઈ રહ્યો હતો દરમિયાન લાભનગર પાસે ગોળાઈમાં રીક્ષા અને ઇકો સ્પોર્ટ કારને 112 જનરક્ષક બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પોલીસની બોલેરો ગાડીના ચાલક અજયભાઈ લાવડીયા અને ઉપરાંત રિક્ષા ચાલક જગદીશભાઈ, મિતલ, સોનુભાઈ અને પારુલ કાળુભાઈ સહિતના કુલ છ જેટલા લોકોને ઇજા થઈ હોવાથી 108 મારફતે તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની 112 જન રક્ષક ગાડી લઈને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ લાવડીયા પેટ્રોલિંગમાં બાયપાસ રોડ ઉપર નેક્સેસ સિનેમા તરફ જઈ રહ્યા હતા દરમ્યાન રસ્તામાં લાભનગર પાસે અકસ્માતનો આ બનાવ બન્યો છે. આ બનાવ સંદર્ભે હાલમાં જગદીશભાઈ બાબુભાઈ અગેચાણીયાએ હાલમાં 112 જનરક્ષક પોલીસ બોલેરો ગાડીના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પોલીસ વાન બોલેરો ગાડી નંબર જીજે 36 જી 0193 ના ચાલકે બેફિકરાયથી પોતાની બોલેરો ગાડી ચલાવીને ફરિયાદીની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 4462 ને પાછળથી આવતી ઈકો સ્પોર્ટ ગાડી નંબર જીજે 36 જે આર 7676 માં અથડાવી હતી જેથી કરીને ફરિયાદી તથા તેની રિક્ષામાં બેઠેલ પારૂલબેન અને સોનુભાઈ યાદવને શરીર ઇજાઓ થઈ હતી તેમજ ફરિયાદીની દીકરી જયશ્રી અને મિત્તલને પણ જમણા પગે ફેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોઘાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલ્લેખની છે કે ફરિયાદીની દીકરીઓ તથા તેના વિસ્તાર દીકરા દીકરીઓ પાણીના કારખાનામાં કામે જતા હતા ત્યાંથી તેઓને પરત લઈને આવતા હતા દરમિયાન 112 જનરક્ષક પોલીસવાનના ચાલકે બેફિકરાયથી વાહન ચલાવીને તેઓની રિક્ષા અને કારને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને પોલીસની જનરક્ષક વાનનો ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે. આ બનાવવામાં પારૂબેન કાળુભાઈ સાલાણી (16) રહે.આદર્શ સોસાયટી વેજીટેબલ રોડ સામાકાંઠે મોરબી-૨, સોનુભાઈ યાદવ (17) રહે.આદર્શ સોસાયટી વેજીટેબલ રોડને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાય હતા.તેમજ જયશ્રીબેન જગદીશભાઈ અગેચાણીયા (13), જગદીશભાઈ બાબુભાઈ અગેચાણીયા (38) અને મિતલબેન ધરમશીભાઈ શંખલપરા (15) રહે.લાભનગર દશામાઁ ના મંદિર પાસે ધરમપુર રોડ સામાકાંઠે મોરબી-20 ને ઇજાઓ થયેલ હતી જેથી તેઓને સામાકાંઠેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News