મોરબીના શનાળા ગામની પ્લોટ શાળાના બાળકોએ શ્રીમદ્ રાજચંદ્ર લાઇબ્રેરીની મુલાકાત લીધી
મોરબીમાં ગાંજા કેશમાં પકડાયેલ બે શખ્સોનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીમાં ગાંજા કેશમાં પકડાયેલ બે શખ્સોનો જામીન ઉપર છુટકારો
મોરબી સીટી એ ડીવી.પોલાસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા સમય પહેલા ગાંજાનો જથ્થો પકડાયો હતો.જેમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધાયો હતો તે કેસમાં બે ઇસમોનો જામીન ઉપર છુટકારો થયેલ છે.
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજો (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ના આરોપી મોઈનોદીન મહંમદઈલીયાસ શેખ રહે.અમદાવાદ વાળાને અટક કરી અને નામ.નીચેની કોર્ટમાં રજુ કરી ત્યાંથી જયુડી.કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી મોઈનોદીન મહંમદઈલીયાસ શેખની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ.સેશન્સ કોર્ટએ મંજુર કરીને રૂા.૨૫,૦૦૦ ના જામીન પર મુકત કરેલ છે.તેમજ અન્ય એક આરોપી અબ્બાસભાઈ દાઉદભાઈ મોવર રહે.સુરેન્દ્રનગરને પણ આ કેસમાં પકડીને નામ.નીચેની કોર્ટમાં રજુ કરી ત્યાંથી જયુડી.કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી અબ્બાસભાઈ દાઉદભાઈ મોવરની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ.સેશન્સ કોર્ટએ મંજુર કરીને રૂા.૨૫,૦૦૦ ના જામીન ઉપર મુકત કરેલ છે.બંને આરોપીઓએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાઝ એ.પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા આરોપીઓના વકીલ મનીષ પી.ઓઝાની ધારદાર દલીલોને માન્ય રાખીને આરોપીઓને સેસન્સ જજ કે.આર.પંડયા સાહેબે શરતોને આધીન રેગ્યુ. જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.