મોરબીના સજજનપર પાસે ટ્રકચાલકે એક્ટિવાને હડફેટે લેતા દંપતી ખંડિત, પત્નીનું મોત
મોરબીના લાલપર ગામેથી બાઈક ચોરી કરનાર ઈસમની ધરપકડ
SHARE
મોરબીના લાલપર ગામેથી બાઈક ચોરી કરનાર ઈસમની ધરપકડ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામના મેલડી માતાના મંદિર પાસે આવેલ શિવશક્તિ ચેમ્બર પાસેથી જીજે ૩ કેએલ ૯૪૬૩ નંબરનું રૂપિયા ૧૫ હજારની કિંમતનું બાઈક ચોરી થયું હતું જેથી કરીને બાઇકના માલિક હિરેન કેશવલાલ દાણીધારીયા બાવાજી (૨૫) રહે.સોઓરડી મોરબી-૨ એ ફરિયાદ નોંધી હતી. જેથી બી ડીવીજન પોલીસ મથકના પીએસઆઇ એ.એ.જાડેજાએ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજો તથા બાતમીના આધારે થાનગઢ જીઆઇડીસી વિસ્તારના રહેવાસી સંજય પ્રવીણ પરમાર નામના ૧૮ વર્ષીય ઈસમની ઉપરોક્ત બાઈક ચોરીના ગુનામાં તા.૩-૭ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ધરપકડ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો અમિત સુરેશભાઈ વાજા નામનો ૨૭ વર્ષીય યુવાન સામાકાંઠે જ આવેલી ગોપાલ સોસાયટી પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે તેના બાઇકની આડે કુતરૂ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અમિતને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના ઘૂંટુ ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ હરેશ ધનજીભાઈ વોરા નામના ૩૦ વર્ષીય યુવાનને ગઈકાલે સાંજે આઠેક વાગ્યે સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામે રહેતા જ્યોતિબેન અજયભાઈ પરમાર (૨૬) અને અજય ભુપતભાઈ પરમાર (૨૭) ને વિશાલ પરમારે મુઠ માર મારતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામના રહેવાસી મહેશ ઘનશ્યામ હમીરપરા કોળી નામના ૨૦ વર્ષના યુવાનને મોરબી તાલુકા પોલીસે તાલુકા પોલીસની હદમાં આવતા ખરેડા ગામની સીમમાં ચરાડવા જવાના રસ્તે રામાપીર મંદિર નજીકથી પકડ્યો હતો અને તેના કબ્જામાંથી ૫૦ લીટર દેશી દારૂ મળી આવતા રૂપિયા એક હજારની કિંમતના દેશી દારૂ સાથે હાલમાં મહેશ કોળીની ધરપકડ કરીને તેની વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”