મોરબી જિલ્લાના હળવદમાં ગેરેજે પડેલી સાત ટ્રકમાથી ડીઝલ ચોરી !
મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનાર સંસ્થાના સંચાલકોના કરાયા સન્માન
SHARE
મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનારીસંસ્થાના સંચળકોનું કરાયું સન્માન
મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ધડોધડ પોઝિટિવ કેસ વધવા લાગ્યા હતા ત્યારે દર્દીઓની સારવાર માટે જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ, જુદાજુદા સમાજ અને સંગઠન દ્વાર કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા જેથી કરીને કોરોના સામેની પરિસ્થિતી જે તે સમયે થાળે પડી ગઈ હતી માટે મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર સમયે કામ કરનારી સંસ્થાઓને બિરદાવવા માટે સેવાભાવી સંસ્થાઓનું કલેકટર કચેરીએ કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને જે સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર અને પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન અને અજંતા એલપીપી આમ કુલ મળીને ૧૯ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”