મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત
મોરબી સિવિલમાં એડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી-બ્લેક કપડાં પહેરીને કરાયો વિરોધ
SHARE
મોરબી સિવિલમાં એડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી-બ્લેક કપડાં પહેરીને કરાયો વિરોધ
મોરબી જનરલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર કર્મચારીઓ દ્વારા ગઇકાલે કાળી પટ્ટી તથા બ્લેક કપડાં સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર પોલિસી મુજબ ન કરવા તથા ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર એપ્રિલ ૨૦૨૧ સુધી નિયમ મુજબ મળતા હતા પણ મેં ૨૦૨૧ મા પગાર કપાત કરીને ૨૦૧૭ મુજબ કરેલ છે જેની સામે વિરોધ વ્યક્ત કરેલ છે
એ.આર.ટી યુનિયન દ્વારા ગુજરાત સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરેલ હતી પણ તેમના દ્વારા આજ સુધી કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલાં લીધેલ નથી અને ગુજરાત એ.આર.ટી યુનિયન દ્વારા શાંતિપૂર્ણ રીતે માત્ર પત્રવ્યહવાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતઘાટો દ્વારા જ પોતાના હક્ક માટે લડત કરવામાં આવી રહી હતી એચ.આઈ.વી. પીડિત દર્દીઓની સારવાર અને નિયમિત દવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ.આર.ટી. કર્મચારીઓ દ્વારા આજ સુધી કોઈ કામ સ્થિગત, ધરણા કે સ્ટ્રાઇક કરવામાં આવેલ નથી અને જયા સુધી ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર નિયમ મુજબ પૂરો પગાર તથા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર પોલિસી મુજબ નહિ કરવામાં આવે ત્યાં સુધી ગુજરાત એ.આર.ટી કર્મચારી યુનીયનની લડત ચાલુ રહેશે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”