મોરબી સિવિલમાં એડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી-બ્લેક કપડાં પહેરીને કરાયો વિરોધ
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ લૂંટના ગુનામાં ૨૧ વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો
SHARE
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ લૂંટના ગુનામાં ૨૧ વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો
હળવદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ૨૧ વર્ષ પહેલા પેટ્રોલપંપ ઉપર લુંટા ધાડ કરવામાં આવી હતી જે ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે આરોપીની હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશન્મા વર્ષ ૧૯૯૯ માં આઇ.પી.સી. કલમ ૩૯૫, ૪૫ર મુજબના ગુન્હા નોંધાયો હતો જે કામનો આરોપી નાસતો ફરતો હતો તે આરોપી સમસુ દલાભાઇ બારીયા જાતે અનુ. જનજાતી (ઉ.૪૧) રહે. મહંદીખેડા તા.જી જાંબુઆ એમપી વાળાને મોરબી નવા બસ સ્ટેશન પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે આમ હળવદ પોલીસ સ્ટેશનના પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટ ધાડના ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”