મોરબીના ત્રાજપરમાં છત ઉપરથી પડતુ મુકેલ મહિલાને અમદાવાદ ખસેડાઇ
હળવદની દેવળીયા ચોકડી ડિવાઈડર કૂદીને ટ્રેલર એસટીની બસની સાથે અથડાયું
SHARE
હળવદની દેવળીયા ચોકડી ડિવાઈડર કૂદીને ટ્રેલર એસટીની બસની સાથે અથડાયું
હળવદ માળીયા હાઇવે ઉપર નારાયણ પેટ્રોલપપ તથા પ્રતાપગઢ ગામના પાટીયા વચ્ચે ડિવાઈડર કૂદીને ટ્રેલર સામેના રોડ ઉપર આવતી એસટીની બસની સાથે અથડાયું હતું જેથી કરીને બસમાં ૬૦ હજારનું નુકશાન થયું છે માટે બસના ડ્રાઇવરે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોડાસાના વણીયાદ તાલુકાનાં મોદરસુંબામાં રહેતા કુબેરભાઇ દાનાભાઇ સોલંકી જાતે ઠાકોર (ઉ.વ.૪૬)એ ટ્રેલર નં.GJ-12-BX-8265ના ચાલક સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદની દેવળીયા ચોકડીથી આગળ હળવદ માળીયા હાઇવે ઉપર નારાયણ પેટ્રોલપપ તથા પ્રતાપગઢ ગામના પાટીયા વચ્ચે રોડ ટ્રેલર નં.GJ-12-BX-8265ના ચાલકે તેનું ટ્રેલર પુરઝડપે અને ગફલત ભરી ચલાવીને ડીવાઇડર કુદીને રોગ સાઇડમા આવી જઇ એસ.ટી બસ નં..GJ-18-Z-2158 વાળીને ડ્રાઇવર સાઇડ સાથે અથડાવી ડ્રાઇવર સાઇડે અડધી સાઈડના નુકશાની તેમજ ડ્રાઇવર સાઈડનુ પાછળના જોટાનુ બહારનુ ટાયર ફુટી ગયેલ અને ડ્રાઇવર સાઇડના બે બારીના કાચ તુટી ગયેલ છે અને ડ્રાઇવર સાઇડનુ બ્રેક લાઇટનુ પડખુ તુટી ગયેલ છે આમ એસ.ટી.મા અંદાજીત આશરે ૬૦,૦૦૦ નુ નુકશાન કરેલ છે જેથી કરીને બસના ડ્રાઇવરે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ ૨૭૯,૪૨૭ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”