માળિયા(મી) નજીક દેવસોલ્ટ ફેકટરીમાં ક્લોરીન લીકેજની મોકડ્રીલ યોજાઇ
“અમારે ન્યાય માટે ક્યાં અફઘાનિસ્તાન જવાનું ?”: મોરબી જીલ્લાના ખેડૂતોનો વેધક સવાલ
SHARE
“અમારે ન્યાય માટે ક્યાં અફઘાનિસ્તાન જવાનું ?”: મોરબી જીલ્લાના ખેડૂતોનો વેધક સવાલ
મોરબી જીલ્લા કલેક્ટર કચેરી સુધી હળવદ તાલુકાનાં ખેડૂતો દંડવત કરતા પહોચ્યા હતા કેમ કે, કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વિજ લાઇન પથરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે જેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે કલેક્ટર દ્વારા ન્યાય કરવામાં આવે તેવી અપેક્ષા સાથે હળવદ તાલુકાનાં ખેડૂતો દંડવત કરતા કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા અને હાલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે વારંવાર રજૂઆત કરી છે છતાં ન્યાય મળતો નથી ત્યારે અમારે ન્યાય માટે કયા અફઘાનિસ્તાન જવું પડશે ? અને જો ન્યાય નહિ કરવામાં આવે તો અંત સુધી લડી લેવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે
ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જો કે સરકારી અધિકારીઑ દ્વારા ખેડૂતોને પાયમાલ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ખેડૂતો આજે મોરબી જીલ્લા કલેક્ટર કચેરી સુધી હળવદ તાલુકાનાં ખેડૂતો દંડવત કરતા પહોચ્યા હતા અને ખેડૂતના કહેવા મુજબ કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વિજલાઇન પથરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી તેમને જણાવ્યા પ્રમાણે હાલમાં કચ્છ જીલ્લામાં ખારી જમીન માટે જે વળતર આપવામાં આવી રહયું છે તેના કરતાં પણ ઓછું વળતર હળવદની ઉપજાઉ જમીન માટે આપવામાં આવી રહ્યું છે જે ખરેખર અન્યાય સમાન છે
અગાઉ કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ ખેડૂતોની વાતને સાંભળવામાં આવી રહી નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મોરબી જીલ્લા કલેક્ટર કચેરી સુધી દંડવત કરતા પહોચ્યા હતા અને વધુમાં ખેડૂતોએ જણાવ્યુ છે કે, ૭૬૫ કે.વી. વિજલાઇન અને જેટકોની લાઇન પસાર થતા ખેડુતોની આજીવીકા છીનવાઇ જાય તેવો ઘાટ છે માટે ખેડૂતોને પૂરું વળતર કંપની દ્વારા આપવામાં આવે તે અનિવાર્ય છે ત્યાર બાદમાં અધિક કલેક્ટરને ન્યાયની અપેક્ષા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જો ન્યાય નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં અંત સુધી લડી લેવાની તૈયારી ખેડૂતો દ્વારા કરી લેવાં આવી છે