મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના જોગડ ગામે ઢોર ચરાવવાની બાબતે મારામારીમાં ડબલ મર્ડર: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE





























હળવદના જોગડ ગામે ઢોર ચરાવવાની બાબતે મારામારીમાં ડબલ મર્ડર: સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા જોગડ ગામે ભેસો ચરાવાની બાબતે કોળી સમાજના બે જુથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બનાવમાં બંને પક્ષના એક એક વ્યક્તિની હત્યા થયેલ છે જેથી ડબલ મર્ડરની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં બંને પક્ષની સામસામી ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના જૂની જોગડ ગામે ગઇકાલે સાંજના સમયે ભેંસ ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં એક જ જ્ઞાતીના બે જુથ સામસામે આવી ગયા હતા અને મારા મારી થઈ હતી જેમાં બંને પક્ષના એક એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના મોત નિપજ્યાં હતા અને ડબલ મર્ડરની ઘટના બનેલ હતી જેની પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોચેલ હતી અને રઘુભાઈ કોળી તથા નવઘણભાઈ કોળી નામના બે વ્યક્તિની હત્યા થઈ હોવાનું સમેયાવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશને હાલમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે

જોગડ ગામે આવેલ રામેશ્વરમાં રહેતા ભીમજીભાઇ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૦)એ હાલમાં નવઘણભાઈ સીધાભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ રઘુભાઈ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૫) સાથે આરોપીને રસ્ત ઉપરથી ઢોર હાંકવાં બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં આરોપીએ તેના ભાઈને માથાના ભાગે અને કાનની નીચેના ભાગમાં લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે આ હત્યાનો ગુનો નોધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો સામા પક્ષેથી જૂની જોગડ ગામે રહતા પ્રહલાદભાઈ સીધાભાઇ જિંજવાડીયા (૩૩)એ સુનિલ રણજીત, વિશાળ રણજીત, હરેશ ભીમજી અને જયદીપ દિનેશ સામે તેના ભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, આરોપના કૌટુંબિક રઘુભાઈ સાથે ફરિયાદીના ભાઈ નવઘણને બોલાચાલી થઈ હતી અને બાદમાં મારા મારી થઈ હતી જેમાં રઘુભાઈનું મોત નીપજયું હતું બાદમાં આરોપીઓએ ધોકા અને પાઇપ વડે નવઘણ ઉપર હુમલો કરીને આડેધડ માર માર્યો હતો જેથી તેનું મોત નીપજયું છે આમ પોલીસે હત્યાની સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
















Latest News