મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના આંગણે મારે તેઓને જાણ કર્યા વગર ભિક્ષા માંગવા જવું છે: મોરારી બાપુ
SHARE
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના આંગણે મારે તેઓને જાણ કર્યા વગર ભિક્ષા માંગવા જવું છે: મોરારી બાપુ
મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામ અને તેની આસપાસના વિસ્તારમાં રામકથાકાર મોરારીબાપુએ હાથમાં સાવરણો લઈને સફાઈ કરી હતી ત્યારે સાંસદ, ધારાસભ્ય સહિતના સંતો મહંતો પણ તેમની સાથે જોડાયા હતા અને સાવરણાથી બાહ્ય સફાઈ અને કથાથી મનની સફાઈ બંને જરૂરી છે તેઓ ભાવ વ્યક્ત કર્યો હતો તેમજ કથા દરમ્યાન તેઓએ કહ્યું હતું કે મારે ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતો પૈકીનાં કોઈ પરિવારજનોના ઘરે એક દિવસ તેઓને જાણ કર્યા વગર તેઓના ઘરે ભિક્ષા માંગવા માટે જવું છે
મોરબીમાં જુલતો પુલ તુટી પડ્યો હતો અને તેમાં ૧૩૫ જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે હાલમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમની સામેના ભાગમાં રામકથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા છે અને ગઈકાલે કથાના બીજા દિવસે સમગ્ર ભારત દેશની અંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે મોરારી બાપુ પણ તેમાં જોડાયા હતા અને તેઓએ પણ સબિર ધામના પટાંગણમાં હાથમાં સાવરણો લઈને સફાઈ ઝુંબેશ ધરી હતી ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કબીર ધામના મહંત શિવરામદાસ બાપુ સહિતના સંતો મહંતો તેમની સાથે સફાઈ જંબેશમાં જોડાયા હતા અને સ્વચ્છતા ઝુંબેશ થકી તેઓએ બાહ્ય સફાઈ અને કથા થકી મનની આંતરિક સફાઈ બંનેનો મેસેજ લોકોને આપેલ છે વધુમાં તેઓએ વ્યાસ પીઠ ઉપરથી કહ્યું હતું કે ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતો પૈકીનાં કોઈ પરિવારજનોની પાસે તેઓને જાણ કર્યા વગર મારે એક દિવસ કથા દરમ્યાન ભિક્ષા માંગવા માટે જવું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને બીજા દિવસની કથાનું રસપાન કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત હજારોની સંખ્યામાં શ્રોતાઓ આવ્યા હતા