મોરબીમાં હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું ધારાસભ્યોએ કર્યું સ્વાગત
મોરબીના ભરતનગર આરોગ્ય કેન્દ્રને ઇન્ટરનેશનલ કક્ષાનું સર્ટિફિકેટ એનાયત
SHARE
મોરબીના ભરતનગર આરોગ્ય કેન્દ્રને ઇન્ટરનેશનલ કક્ષાનું સર્ટિફિકેટ એનાયત
આરોગ્ય સેવાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા યુક્ત છે કે નહીં તે અંગે ભારત સરકારના NHSRC વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કે જે ISQua ( ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઇન હેલ્થ કેર ) દ્વારા પણ પ્રમાણિત થયેલ છે. તેના ધારાધોરણો મુજબ જે તે આરોગ્ય સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ અપાતી સેવાઓના કુલ ૨૫૦ માપદંડો અને ૧૩૬૪ મુદ્દાઓની ચકાસણી કરી અને તેમાં ૭૦% થી વધુ માર્કસ મેળવનાર આરોગ્ય સંસ્થાને જ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. ત્યારે સરકારની ઇન્સ્પેકશન ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને ૬ વિભાગોના કુલ ૨૫૦ માપદંડોના ૧૩૬૪ મુદ્દાઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં ૮૧.૨૦ % ગુણ સાથે ઉતીર્ણ થયેલ છે જેથી તે કેન્દ્રને ઇન્ટરનેશનલ લેવલની ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ આપતી આરોગ્ય સંસ્થાનું બહુમાન સર્ટિફિકેટ આપીને આપવામાં આવ્યું છે