મોરબીના ડીડીઓની હાજરીમાં બગથળા ગામે મહાશ્રમ દાનનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા કક્ષાની રાસ-ગરબા હરીફાઈમાં સાર્થક વિદ્યામંદિરનો દબદબો
SHARE
મોરબી જિલ્લા કક્ષાની રાસ-ગરબા હરીફાઈમાં સાર્થક વિદ્યામંદિરનો દબદબો
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ કચેરી દ્વારા સંચાલિત નવરાત્રી રાસ-ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાર્થક વિદ્યામંદિર જિલ્લા કક્ષાએ ઝળક્યું છે અને પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબાની બન્ને મંડળીઓએ જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર મેળવીને રાજયકક્ષા માટે પસંદગી પામેલ છે જેથી હવે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે પોતાનું પર્ફોર્મન્સ આપશે આ ટીમને માર્ગદર્શન શિક્ષક રવિરાજભાઈ પૈજા અને સહાયક શિક્ષકો તરફથી આપવામાં આવ્યું હતું અને આ ટીમમાં પાવનભાઈ રામાનુજ, પલ્લવીબેન કણસાગરા, રક્ષાબા ઝાલા, રીતુબેન સારેસા, દિક્ષિતિભાઈ રાવલ, મયંકભાઇ રાધનપુરાનો સમાવેશ થાય છે અને શૃંગાર માટે કણસાગરા પ્રિયાબેન અને વડાવિયા હેમાંગીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.