મોરબી જિલ્લા કક્ષાની રાસ-ગરબા હરીફાઈમાં સાર્થક વિદ્યામંદિરનો દબદબો
મોરબીની ઓસેમ સ્કુલ દ્વારા આંતરરાષ્ટ્રીય વડીલ દિવસની ઉજવણી કરાઇ
SHARE
મોરબીની ઓસેમ સ્કુલ દ્વારા આંતરરાષ્ટ્રીય વડીલ દિવસની ઉજવણી કરાઇ
મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ (ઓસેમ) સ્કુલ દ્વારા આંતરરાષ્ટ્રીય વડીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સ્કૂલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓના વડીલો (દાદા-દાદી)ને આમંત્રિત કરીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા તેમના દાદા દાદીને સમર્પિત એવા વક્તવ્ય તથા નૃત્યનું આયોજન કર્યું હતું. ત્યારબાદ વડીલોએ રમત ગમતમાં તથા નૃત્યમાં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમા સ્કૂલના ટ્રસ્ટી સુમંતભાઈ રોકડ દ્વારા વિદ્યાર્થીઓને તથા વડીલોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે દાદા-દાદી અને નાના-નાનીએ અંતાક્ષરી, ભજન, ડાન્સ, કપલ ડાન્સ, ગરબામાં ભાગ લીધો હતો