મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

ભાજપમાં ભંગાણ: ટંકારા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચનામાં ભાજપના મેન્ડેડનો ઉલાળ્યો


SHARE











ભાજપમાં ભંગાણ: ટંકારા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચનામાં ભાજપના મેન્ડેનો ઉલાળ્યો

મોરબી જીલ્લામાં આવતી ટંકારા તાલુકા પંચાયતમાં આજે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી સમિતિની રચનામાં ભાજપના મેન્ડેનો ઉલાળ્યો કરીને ભાજપના સભ્યો દ્વારા કોંગ્રેસનાં ટેકથી હાલમાં ભાજપમાં બાળવો કરનારા દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે જે મુદો હાલમાં મોરબી જીલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે

ટંકારા તાલુકા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હતી જેમાં સામાજિક ન્યાય સમિતિમાં એક જ નામ હોવાથી હરીફ જાહેર કરવામાં આવેલ છે જો કે, કારોબારી સમિતિની રચના કરવામાં આવી તેમાં ભાજપ તરફથી સમિતિમાં જેના નામ મૂકવામાં આવ્યા હતા તે ભાજપના મેન્ડેનો ઉલાળ્યો કરીને ભાજપના ચૂંટાયેલા સભ્યોએ કોંગ્રેનો ટેકો લઈને હાલમાં બળવો કરનારાઓએ સમિતિની રચના કરી નાખેલ છે જેની વધુમાં મળતી માહિતી મુજબ ભાજપે પાંચ સભ્યોના નામ સાથેની સમિતી મૂકી હતી જેને માત્ર એક મત મળે છે જો કે, બળવો કરનારાઓએ છ સભ્યોના નામ સાથેની સમિતિ ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાએ રજુ કરી હતી જેને ૧૧ મત મળ્યા હતા જેમાં કોગ્રેસેના સભ્યોના પણ મત હોવાથી રાજકીય ગરમાવો આવી ગયેલ છે અત્રે ઉલેખનીય છે કે, તાલુકા પંચાયમાં કુલ ૧૬ સભ્યો છે જેમાં ભાજપના ૯, કોંગ્રેસનાં ૬ અને એક અપક્ષ છે જેમાંથી બે સભ્યો ગેરહાજર હતા જેથી ૧૪ સભ્યોની હાજરીમાં સમિતિની રચના કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ છાંયાબેન અરવિંદભાઈ માડવીયા કે ઉપપ્રમુખ ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ હાજર હોવા છતાં પણ તેને ભાજપે મુકેલ સમિતિ કે પછી બળવો કરનારે મૂકે સમિતિમાં મતદાન કર્યું નથી એટ્લે કે સભામાં હાજર રહેલા ૧૪ માંથી ૧૨ સભ્યોએ મતદાન કર્યું હતું

 

ભાજપ દ્વારા મુકાયેલ સમિતિના સભ્યો

કલ્પેશભાઇ દલસાણીયા, રમીલાબેન દેત્રોજા, ચાર્મીબેન ભાવીનભાઇ, મણીલાલ ડાયાલાલ અને સલીમભાઇ આબ્રરાણી

બળવોથી બનેલ સમિતિના સભ્યો

પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, નીમુબેન ડાયાલાલ ડાંગર, રમીલાબેન લાલજીભાઇ દેત્રોજા, મણીલાલ ડાયાલાલ કુંડારીયા, અરવિંદભાઇ મોહનભાઇ દુબરીયા અને ગીતાબેન શક્તિવનભાઇ ભોરણીયા






Latest News