વાંકાનેર નજીક કારખાનામાં જેસીબીનું બકેટ માથામાં વાગતા શ્રમિક યુવાનનું મોત
SHARE
વાંકાનેર નજીક કારખાનામાં જેસીબીનું બકેટ માથામાં વાગતા શ્રમિક યુવાનનું મોત
વાંકાનેર નજીક વઘાસીયા પાસે આવેલ બ્રોમો સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન જેસીબી એક્સીવેટરના ડ્રાઇવરે યુવાનને હડફેટે લીધો હતો ત્યારે યુવાનને જેસીબીનું બકેટ તે યુવાનને માથાના ભાગે વાગ્યું હતું જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીએ જેસીબી એક્સીવેટરના ડ્રાઇવર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરના વઘાસીયા નજીક આવેલ બ્રોમો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કશમીબાઈ કૈલાશભાઈ મડીયાભાઇ હીહોર જાતે અનુ.જનજાતી (૨૪) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જેસીબી એક્સીવેટરના ડ્રાઇવર હસમુખભાઈ છન્નાભાઈ ઉડેચા રહે. વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ કૈલાશભાઈ મડીયાભાઇ હીહોર જાતે અનુ.જનજાતી બ્રોમો સિરામિક કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા અને ટ્રક પાસે જતા હતા ત્યારે જેસીબી એક્સીવેટરના ચાલકે બકેટ બેદરકારીથી ફેરવતા ફરિયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામે રહેતા હિરેન ભરતભાઈ રાઠોડ (૪૬) નામના યુવાનને પીપળી પાસે આવેલ શિવ પાર્ક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામજી મંદિર વાળી શેરીમાં રહેતી આયુષી અશ્વિનભાઈ અગ્રાવત (૬) નામની બાળકી બાઈકમાં બેસીને મોરબીના એસપી રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે ત્યાં અકસ્માતે બાઈક સ્લીપ થતા આયુષીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે









