મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

સરદાર પટેલ વિષે ટીપ્પણી કરનાર દેવાયત ખવડ મોરબીના કાર્યક્રમમાં નહીં આવે: રામકથાના મંડપમાં હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા કરશે જમાવટ


SHARE











સરદાર પટેલ વિષે ટીપ્પણી કરનાર દેવાયત ખવડ મોરબીના કાર્યક્રમમાં નહીં આવે: રામકથાના મંડપમાં હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા કરશે જમાવટ

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે યોજાયેલ રામકથાના મંડપમાં દરરોજ સાંજના ચારથી સાત ત્રણ કલાક સુધી લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન દ્વારા કરવામાં આવે છે. દરમિયાન આજે તારીખ ૫-૧૦ ના રોજ સાંજે દેવાયત ખવડ સહિતના કલાકારોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આયોજકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આજે સાંજે રામકથાના મંડપમાં હાસ્યની રમઝટ બોલશે જેમાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, વસોયા બાપા સહિતનાઓ દ્વારા જમાવટ કરવામાં આવશે.

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામની સામેના મેદાનમાં મોરારીબાપુની રામકથા ચાલી રહી છે અને આ રામકથાના મંડપમાં દરરોજ સાંજે ૪ થી ૭ દરમિયાન લોક ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોવયનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અગાઉ ઓસમાણ મીર, માયાભાઈ આહીર સહિતના જાણીતા કલાકારોના કાર્યક્રમ યોજાઈ ગયા છે જોકે, આજે તારીખ ૫-૧૦ ના રોજ સાંજે દેવાયત ખવડ સહિતના કલાકારોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જોકે દેવાઈટ ખવડને લઈને મોરબીના સોશિયલ મીડિયામાં વહેતી થયેલ પોસ્ટના લીધે આયોજન સમિતિમાં જોડાયેલા અરવિંદભાઇ વાસદડીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે સાંજે જાણીતા હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા, વસોયા બાપા વિગેરે હાસ્યની રમઝટ બોલાવશે જોકે દેવાયત ખવડ આવશે નહી તે નકકી નથી. જેથી આજના કાર્યક્રમમાં દેવાયત ખવડના કાર્યક્રમને બદલે ધીરૂભાઈ સરવૈયા સહિતના હાસ્ય કલાકારોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોઈ લોક ડાયરાની અંદર દેવાયત ખવડ દ્વારા સરદાર પટેલ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો અને તેથી મોરબી પાટીદાર સમાજના નામે સોશિયલ મીડિયામાં દેવાયત ખવજની વિરૂધ્ધમાં પોસ્ટ વાયરલ થઈ હતી જેને લઈને કથા સ્થળે યોજાતા લોક ડાયરાના કાર્યક્રમમાં ફેરબદલ થયો છે.તેવું ચર્ચાઇ રહ્યુ છે.






Latest News