મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં છત્રાલયના નિવૃત શિક્ષિકા દ્વારા બાળાઓને સેનેટરી પેડનું વિતરણ


SHARE











મોરબીની માધાપરવાડી શાળામાં છત્રાલયના નિવૃત શિક્ષિકા દ્વારા બાળાઓને સેનેટરી પેડનું વિતરણ

મોરબી એટલે દાનવીર,દાતાઓનું  નગર અહીંના લોકો પોતાની પરસેવાની કમાણી માંથી પર સેવા કરતા હોય છે,પોતાના રળેલા રૃપિયામાંથી સમાજ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે મોરબી ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા બહેન નિતાબેન કૈલા પટેલ દ્વારા દર મહિને મોરબીની જુદી જુદી શાળાઓમાં સેનેટરી પેડ અર્પણ કરીને અદકેરું કાર્ય કરી રહ્યા છે. નિતાબેન દિવ્યાંગ હોવા છતાં હિંમત હાર્યા વગર નિવૃત બાદ પણ પ્રવૃત છે,તેઓ નિવૃત્તિ પછી પણ કન્યા છત્રાલય ખાતે પુસ્તકાલયમાં નિયમિત રીતે નિઃશુલ્ક પોતાની સેવાઓ આપે છે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે.તેઓએ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ધોરણ સાત અને આઠમા અભ્યાસ કરતી તમામ બાળાઓને સેનેટરી પેડ અર્પણ કર્યા હતા.નિતાબેનની સાથે મયુરીબેન હર્ષદભાઈ ક્લોલા પણ જોડાયા હતા.બંને બહેનોનું શાળા પરિવાર વતી પુસ્તક અર્પણ કરી અભિવાદન કરાયું હતું.શાળાના વિજ્ઞાન શિક્ષિકા ચાંદનીબેન સાંણજાએ સેનેટરી પેડની ઉપયોગીતા અને જરૂરીયાત વિશે વાત કરી હતી.






Latest News