મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ITI માં પ્રવેશ પ્રક્રિયા ૧૦ ઓકટોબર સુધી ચાલુ


SHARE









મોરબી જિલ્લાના ITI માં પ્રવેશ પ્રક્રિયા ૧૦ ઓકટોબર સુધી ચાલુ

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની  સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના  વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ -૨૦૨3 માટેની ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે  ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયાની અંતિમ તારીખ ૧૦/૧૦ સુધી લંબાવાવામા આવી છે.

મોરબી જીલલના તમામ આઈ.ટી.આઈ. પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ. ટી.આઈ) ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન મેરીટ આધારીત ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. વધુ માહિતી માટે મો. નં. ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા જણાવાયું  છે. ત્યારે ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની  સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે. તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવાયું છે




Latest News