હાઈટેક ચોર!: ગૂગલ મેપથી મંદિર શોધીને મોરબી સહિત ૧૦ જગ્યાએ ચોરી કરનારા બે પૈકીનાં એક આરોપીની ધરપકડ
SHARE
હાઈટેક ચોર!: ગૂગલ મેપથી મંદિર શોધીને મોરબી સહિત ૧૦ જગ્યાએ ચોરી કરનારા બે પૈકીનાં એક આરોપીની ધરપકડ
મોરબીના લીલપર પાસે આવેલ મંદિરમાંથી સોનાના બે છતરની ચોરીના ગુનામાં પકડાયેલ શખ્સ રીઢો મંદિર ચોર હોવાનુ સામે આવ્યું છે જેથી પોલીસે તેની પૂછપરછ કરીને હાલમાં ૧૦ જેટલા મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ શખ્સ અને તેની સાગરીત ગૂગલ મેળથી મંદિર શોધતા હતા અને ત્યાર બાદ માનતા પૂરી કરવાના બહાને મદિરે જઈને ત્યાં રાખવામા આવેલા આભૂષણો ચેક કરતાં હતા અને બાદમાં રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પીએસઆઈ વી.જી. જેઠવા અને તેની ટીમ મોરબી તાલુકાના લીલાપર ગામ મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના બે છત્તરની ચોરી થયેલ હતી તેની તપાસમાં હતા દરમ્યાન રમેશભાઇ રાજાભાઇ મુંધવાને ખાનગીરાહે બાતમી મળી હતી કે, લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં થયેલ છત્તર ચોરીનો આરોપી કે જીન્સનું પેન્ટ તથા સફેદ-આછા લીલા કલરનો કથ્થાઇ બ્લ્યુ કલરની ચેકસ વાળો શર્ટ પહેરેલ છે જેથી પીએસઆઈ વી. જી જેઠવા અને ટીમ મોરબી તાલુકાના મચ્છુ નદીના જોધપર (નદી) ગામ તરફના પુલના છેડે વોચમાં હતા ત્યારે ત્યાંથી હક્કિત વાળો શખ્સ નીકળ્યો હતો ત્યારે તેને પકતીને તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી ચોરી કરીને મેળવેલા બે સોનાના છત્તર મળી આવ્યા હતા જેથી પુછપરછ કરતા પોતે મંદિરમાંથી આ છતરની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે આરોપી સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ જાતે રજપુત (૩૨) રહે. છોટુનગર હુડકો ચોકડી પાસે પટેલપાન વાળી શેરી રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને બે તોલાના સોનાના બે છત્તર જેની કિંમત ૮૦,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને તેને આ સિવાય પણ જુદાજુદા મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપેલ છે
હાલમાં આરોપીએ જે મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે તેમાં ગોંડલના મેટોડાથી લોધીકા જતા ચીભડા ગામે હનુમાનજીના મંદિર, ચારેક મહિના પહેલા ટંકારાના હડમતીયા ગામે ચામુંડા માતાજીના મઢમાં, સાડા ત્રણ મહિલા પહેલા થોરાળાના તરખળીયા દાદા રામાપીરના મંદિરમાંથી ચોરી, ત્રણ મહિના પહેલા જુનાગઢના વડાલ ગામ પાસે દશામાંના મંદિરમાં, બે માસ પહેલા ધ્રોલના લતીપર ગામે મેલડી માતાજીના મંદિરમાં, દોઢ માસ પહેલા રાજકોટથી કાલાવાડ જતી મોટા વડાળા ચામુંડા માતાજીના મઢમાં, દોઢ માસ પહેલા સાવરકુંડલા નજીક ખોખરીયા હનુમાનજીના મંદિરમાં, એકાદ માસ પહેલા ધોરાજી પાટણવાવ વચ્ચે રાંદલ માતાજીના મંદિરમાં, ૨૫ દિવસ પહેલા જશદણથી ઘેલા સોમનાથ જતા કડકધાર ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરી હોવની કબૂલાત આપેલ છે આ શખ્સ સાથે અન્ય આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ જાતે રજપુત (૨૭) રહે. હુડકો ચોકડી પાસે છોટુનગર પાસે રાજકોટ વાળા સાથે મળી પ્રથમ ગુગલ મેપ એપ્લીકેશનમાં અલગ અલગ મંદિરો સર્ચ કરીને દિવસ દરમ્યાન માનતાના કરવાના બાને મંદિરે પ્રસાદી, નાળીયેર, અગરબત્તી વિગેરે લઈને જાય છે અને આભુષણો ચકાસી લે છે પછી ચોરીની ઘટનાને અંજામ આપે છે આ કામગીરી પીઆઇ કે.એ વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા તેમજ જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, કુલદિપભાઇ કાનગડ, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલાએ કરેલ છે









