મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પાંચ ટ્રેક્ટર ટ્રોલીનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું લોકાર્પણ


SHARE













મોરબી પાલિકાના પાંચ ટ્રેક્ટર ટ્રોલીનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું લોકાર્પણ

મોરબીમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સફાઈ અભિયાનના ભાગરૂપે મોરબી શેહરની સ્વચ્છતા માટે પાંચ ટ્રેકટર ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ મોરબીના નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજ માટે મંજૂર રકમ પૈકી ૩૫ કરોડનો ચેક અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી તેમજ  શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું હતું કે, “મોરબી નગરની સ્વચ્છતા માટે આ ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબીના નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજના ઓવરબ્રિજ માટે મંજૂર રકમ પૈકી માર્ગ અને મકાન વિભાગને ૩૫ કરોડનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે”. મોરબીમાં સ્વચ્છતા વીરોને અભિનંદન સહ વંદન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, “મોરબી ને સ્વચ્છ રાખવામાં આ લોકોનું ભગીરથ યોગદાન છે. હાલ મચ્છુ નદી સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ મચ્છુ નદીને સાફ કરવાનું કાર્ય નગરપાલિકાની સાથે લોક ભાગીદારીથી સામૂહિક પ્રયાસ થકી જ સફળ બનશે”.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “હું મોરબીનો પ્રભારી મંત્રી જ નહીં મોરબીનો પ્રભારી મિત્ર પણ છું. મોરબી જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં આદર્શ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. મોરબી હાલ ઉદ્યોગનું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે ત્યારે મોરબીના વિકાસ માટે મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પરામર્શ સાથે અમે દિવસ રાત પ્રયત્નશીલ છીએ. આ પ્રસંગે મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, મોરબી નગરપાલિકાના વહીવટદાર તેમજ નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તેમજ હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, અગ્રણી સર્વ રણછોડભાઈ દલવાડી, પ્રદીપભાઈ વાળા,  કે.એસ. અમૃતિયા, જયુભા જાડેજા, જેઠાભાઈ મિયાત્રા, લાખાભાઈ ઝારીયા વગેરે સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.








Latest News