મોરબી પાલિકાના પાંચ ટ્રેક્ટર ટ્રોલીનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું લોકાર્પણ
કાર્યકર્તાઓમાં ધર્મભીરૂ છે અને નિતી ઉપર ચાલવા માંગે છે તે કથામાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે: સી.આર. પાટીલ
SHARE
કાર્યકર્તાઓમાં ધર્મભીરૂ છે અને નિતી ઉપર ચાલવા માંગે છે તે કથામાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે: સી.આર. પાટીલ
મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામ ખાતે મોરારીબાપુની રામકથા ચાલે છે ત્યાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રુમખ સી.આર. પાટીલ આવ્યા હતા અને તેમને પણ કથાનું શ્રવણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે જણાવ્યુ હતુ કે, જે કાર્યકર્તાઓમાં ધર્મભીરૂ છે અને નિતી ઉપર ચાલવા માંગે છે તે કથામાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે
મોરબીમાં 11 મહિના પહેલા જુલતો પુલ તુટી પડ્યો હતો અને તેમાં 135 જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે હાલમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમની સામેના ભાગમાં રામકથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા છે અને ગઇકાલે કથાના છઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ, ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના રાજકીય આગેવાનો તથા સંતો મહંતો સહિતના હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સામાન્ય શ્રોતાઓની જેમ સી.આર. પાટીલે મોરારીબાપુની કથામાં પ્રત્યક્ષ હાજર રહીને કથાનું શ્રવણ કર્યું હતું ત્યારબાદ તેમણે જણાવ્યુ હતુ કે, જે કાર્યકર્તાઓમાં ધર્મ ભીરૂ છે અને નિતી ઉપર ચાલવા માંગે છે તે કથામાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે કથામાં આવેલા શ્રોતાઓને સંબોધન કરતા સમયે તેમજ પત્રકારોને બાઈટ આપતા સમયે સી.આર. પાટીલે ઝુલતા પુલ દુર્ઘટનાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો ન હતો. જોકે આ કથા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રામકથા યોજાયેલ છે