મોરબી જીલ્લામાં પેજ સમિતિની રચના કરવા માટે મિટિંગ યોજાઇ
SHARE
મોરબી જીલ્લામાં પેજ સમિતિની રચના કરવા માટે મિટિંગ યોજાઇ
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ પેજ સમિતિની રચના કરવા માટે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને પેજ સમિતિના ઇન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ હતી. જેમાં અશ્વિનભાઈ મેઘાણી, ભાવનાબેન કૈલા, સાગરભાઈ સદાંતિયાં, મહાવીરસિંહ જાડેજા, તપનભાઈ દવે, જયદીપભાઈ દેત્રોજા, શક્તિસિંહ જાડેજા, દિપકભાઈ અંદરપા, કેવીનભાઈ શાહ વિગેરે હાજર રહ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવા માટેના તેમજ પેજ સમિતીઓ બનાવીને છેવાડાના લોકો સુધી પહોંચવા માટેના વિવિધ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.