મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ
ટંકારાના ધ્રુવનગર પાસે ઇનોવા પાછળ એસટી બસ અથડાઇ: કારમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં
SHARE
ટંકારાના ધ્રુવનગર પાસે ઇનોવા પાછળ એસટી બસ અથડાઇ: કારમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ધ્રુવ નગર ગામ પાસે જીવામામાની જગ્યા સામે એસટી બસના ચાલકે ધડાકાભેર તેનું વાહન ઇનોવા ગાડીમાં અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને આગળ પાછળ ચાર જેટલા વાહનો અથડાયા હતા અને આ અકસ્માતના બનાવ સંદર્ભે ઇનોવા ગાડીના ચાલકે હાલમાં એસટી બસના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે બચુબાપા પ્લોટ વિસ્તારમાં રહેતા રજનીકાંતભાઈ સવજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૪૨)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડટી ૧૨૫૫ ના ચાલક રવિરાજસિંહ મૂળરાજસિંહ જાડેજા રહે. કાલાવાડ જિલ્લો જામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ધ્રુવનગર ગામ પાસે જીવામામાની જગ્યા સામેથી તેઓ પોતાની ઇનોવા ગાડી નંબર જીજે ૩ એફકે ૮૦૧૯ લઈને જઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલાકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવ્યું હતું અને તેઓની ઇનોવા ગાડીની પાછળના ભાગમાં બસ અથડાવી હતી જેથી કરીને ત્યાં બસની પાછળ આવતા વાહનો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા અને આ અકસ્માતના બનાવમાં ઇનોવા ગાડીમાં નુકસાન થયું હોવાથી હાલમાં રજનીભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રગતિમાન કરેલ છે
નાની વાવડી ગામે મારામારીમાં છ લોકોને ઇજા
મોરબીના નાની વાવડી ગામે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક નજીક રહેતા બે પરિવારો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં એક પક્ષેથી જયસુખભાઈ છગનભાઈ ડાભી (૪૪), ઉર્મિલાબેન જયસુખભાઈ ડાભી (૪૦) અને રાહુલ જયસુખભાઈ ડાભી (૨૦) ને મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયા હતા.જ્યારે સામેના પક્ષેથી ચંદાબેન ખોડીદાસ અગ્રાવત (૨૭), નિતાબેન ખોડીદાસ અગ્રાવત (૫૩) અને સોનલબેન કિશનભાઇ અગ્રાવત (૨૮) રહે ત્રણેય નાની વાવડી વાળાઓને પણ મારામારીના ઉપરોક્ત બનાવમાં ઇજા થઈ હોય સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ઉપરોક્ત સામસામેની મારામારીના બનાવની તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ તપાસ કરી હતી.