ટંકારાના ધ્રુવનગર પાસે ઇનોવા પાછળ એસટી બસ અથડાઇ: કારમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં
મોરબીમાંથી દારૂની નાની ૪૮ બોટલો સાથે એક શખ્સની ધરપકડ: દારૂ આપનારાની શોધખોળ
SHARE
મોરબીમાંથી દારૂની નાની ૪૮ બોટલો સાથે એક શખ્સની ધરપકડ: દારૂ આપનારાની શોધખોળ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર સામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૪૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને કુલ મળીને ૬૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂ આપનાર શખ્સનું નામ પણ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર સામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૪૮ બોટલ મળી આવતા પોલીસે ૪૮૦૦ ની કિંમતનો દારૂ તથા ૧૨૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૬૦૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે ભાવિનભાઈ કાનજીભાઈ મકવાણા જાતે રાવળદેવ (૨૪) રહે. હાઉસિંગ બોર્ડ ગરબીચોક સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે સલીમ જુસબભાઈ કટિયા રહે. ઈદ મસ્જિદ રોડ મોરબી વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા બંને શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને સલીમ કટીયાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા વિષ્ણુકુમાર લક્ષ્મણસિંહ ભેદી (ઉમર ૩૬) રહે.આશ્રમ ફળિયું પંચમહાલ વાળાને ઉપરોક્ત વાહન અકસ્માતમાં ડાબા પગના ભાગે ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.