વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા તાલુકા પ્રમુખોની ક્ષત્રિય સમાજને અપીલ
મોરબીના જેતપર ગામે ૬૬ KV માં ફરજ બજાવતા બી.આર. પંડ્યાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
SHARE







મોરબીના જેતપર ગામે ૬૬ KV માં ફરજ બજાવતા બી.આર. પંડ્યાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
મોરબી ૬૬ KV જેતપર સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એપીઓ બી.આર. પંડ્યા વયમર્યાદાના કારણે તા ૩૦/૪ ના રોજ નિવૃત થયેલ છે ત્યારે તેમનો નિવૃતી સન્માન સમારોહ મોરબીની રાધિકા હોટલમાં યોજાયો હતો જેમાં અતિથિવિશેષ નિવૃત એડી. ચીફ ઇજનેર ડી.બી. વામજા તથા અધ્યક્ષ સ્થાને કાર્યપાલક ઇજનેર એ.કે. પટેલ હજાર રહ્યા હતા અને મોટી સંખ્યામાં મોરબી ડીવીઝનનાં ઇજનેર, અધિકારી તથા કર્મચારી સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને બી.આર. પંડ્યાની ફરજ દરમ્યાન કાર્યશૈલી તથા તેમની કંપની પ્રત્યે વફાદારીની દરેક અધિકારીઓએ પ્રશંસા કરી હતી અને તેમના કામને બિરદાવ્યુ હતું અને અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ સંચાલિત કાર્યક્રમમાં સંઘના મોરબીના દરેક હોદેદારો પણ હાજર રહેલ હતા આ પ્રણાલિકા મુજબ બી.આર. પંડ્યાનું સન્માન કરી તેમને માનભેર વિદાય આપેલ હતી આ તકે પ્રાસંગિક પ્રવચન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું
