મોરબી જિલ્લામાં ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતાં ખેડૂતોએ કાળજી રાખવા અપીલ
પહેલું કામ મતદાન: મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોની જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ બનાવી
SHARE







પહેલું કામ મતદાન: મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોની જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ બનાવી
મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂપે મતદારોને જાગૃત કરવા માટે ૩ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એક ફિલ્મ તમામ કામ કરતા મતદાન કરવાનું કામ વધુ મહત્વનું છે તેઓ સંદેશો ફેલાવતી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.
અન્ય તમામ પ્રવૃત્તિ કરતા સૌથી પહેલું કામ મતદાન કરવાનું છે તેઓ સંદેશો આપી મતદારોને મતદાન માટે અપીલ કરતી શોર્ટ ફિલ્મ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના નેતૃત્વમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીંપસિંહ વાળા માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે. રમતગમત, પૂજાપાઠ, ધંધો-વ્યવસાય કે લગ્ન તમામ પ્રવૃત્તિઓને બાજુમાં મૂકી સૌથી પહેલું મતદાન કરવું કેમકે ૭ વાગી ગયા છે મતદાન કરવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ હશે એવો સંદેશો આપતી આ શોર્ટ ફિલ્મ મતદાન જાગૃતિ માટે ખરેખર મહત્વની બની રહેશે.
