પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ હજારની ચોરી કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ: મહિલા સહિત બેની શોધખોળ


SHARE















મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ હજારની ચોરી કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ: મહિલા સહિત બેની શોધખોળ

મોરબીમાં માળિયા ફાટક ચોકડીથી વીસીપરા સુધીના વિસ્તારમાં રિક્ષામાં બેસીને જઈ રહેલા વૃદ્ધના પેન્ટના ખીસ્સામાંથી રોકડા ૪૫,૦૦૦ રૂપિયાની સાથે મુસાફર તરીકે બેઠેલા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાના ચાલક અને રીક્ષામાં બેઠેલ અન્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને હાલમાં આ ગુનામાં રિક્ષા ચાલકની ધરપકડ કરેલ છે અને મહિલા સહિત બે વ્યક્તિના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના વાઘપર ગામે મનસુખભાઈ રાંકજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જામસિંહ મેથુસિંહ બાબરીયા જાતે આદિવાસી (૬૦) નામના વૃદ્ધ મોરબીમાં આવેલ માળિયા ફાટક ચોકડીથી સીએનજી રીક્ષામાં બેઠા હતા અને વીસી ફાટક સુધીના વિસ્તારમાં તેની સાથે રિક્ષામાં પાછળના ભાગે પેસેન્જર તરીકે બેઠેલા શખ્સ દ્વારા તેઓના જમણા ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા ૪૫,૦૦૦ ની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા રીક્ષા ચાલક અને રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલ વ્યક્તિની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા તેવામાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. ફુટેજ તપાસી રીક્ષા અંગેની માહીતી મેળવી હતી અને એલસીબીના ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા તથા દશરથસિંહ પરમારને મળેલ માહિતી આધારે રિક્ષા મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભેલ હોવાની હકીકત મળી હતી જેથી એલસીબીની કચેરીએ તે શખ્સની પૂછપરછ કરતાં તેની સાથે પોતાના મીત્ર રવીભાઇ મકવાણા તથા તેની મમ્મી ગીતાબેન રહે. બન્ને રાજકોટ ઘંટેશ્ર્વર પચીસ વારીયા કવાર્ટસ વાળાએ ગુનો કરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે રોકડા ૩૦,૦૦૦ અને રિક્ષા મળીને ૧,૦૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કરલે છે

હાલમાં પોલીસે આ ગુનામાં આરોપી નટવરભાઇ ઉર્ફે નટુ દિનેશભાઇ હીરાભાઇ કુંવરીયા જાતે દેવીપુજક (વઢીયારા) (૨૮) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે. ગોંડલ ચોકડી પરફેકટના શો રૂમ પાસે મફતીયાપરા, રોડ કાંઠે રાજકોટ મુળ રહે. ભીલવાડા તાલુકો રાધનપુર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં આરોપી રવીભાઇ અરવિંદભાઇ મકવાણા જાતે કોળી અને તેની માતા ગીતાબેન અરવિંદભાઇ મકવાણા જાતે કોળી રહે. બન્ને રાજકોટ ઘંટેશ્ર્વર પચીસ વારીયા કવાર્ટસ વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને તેને પકડવા તજવીજ શરૂ કરી છે અને હાલમાં પકડાયેલ આરોપીને બી ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે આ આરોપીઓ ભેગા મળી રાજકોટથી ઓટો રીક્ષા લઇને શહેરી વિસ્તારમાં આવે છે અને એકલ-દોકલ અથવા વયોવૃધ્ધ માણસોને રીક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પુરઝડપથી ચલાવી પેસેન્જરની નજર ચુકવી ખીસ્સામાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી લેતા હોય છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફે કરેલ છે






Latest News