મોરબીના લખધીરપુર ગામે પથ્થરની ખાણમાં પડી જવાથી યુવાનનું મોત
SHARE






મોરબીના લખધીરપુર ગામે પથ્થરની ખાણમાં પડી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના લખધીરપુર ગામ પાસે પથ્થરની ખાણમાં પડી જવાના કારણે માથા અને શરીરમાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા બળવંત કેહરસિંગ રાજ (૩૮) નામનો યુવાન લખધીરપુર ગામ પાસે આવેલ મનહરભાઈની પથ્થરની ખાણમાં ઉપરથી નીચે પટકાતા તેને માથા અને શરીરને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્મત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે રહેતા વિપુલભાઈ ભુપતભાઈ ઝિંઝવાડીયા (૨૦) નામનો યુવાન મોરબી તાલુકાના મકનસર ગામ પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીના રાજપર ગામ પાસે આવેલ હિમાલય પ્લાસ્ટની સામે રબારી કોલોનીમાં રહેતા અક્ષધા અશોકભાઈ (૨૪) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે


