મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના પૂર્વ મંગેતર દ્વારા યુવાન ઉપર પાઇપ વડે હુમલો


SHARE











મોરબીમાં પત્નીના પૂર્વ મંગેતર દ્વારા યુવાન ઉપર પાઇપ વડે હુમલો

મોરબીમાં માટીનો ટ્રક ખાલી કરવા માટે આવેલ મૂળ કચ્છના રહેવાસી યુવાનના લગ્ન જે યુવતીની સાથે થયેલ છે તે યુવતીની અગાઉ જેની સાથે સગાઈ થયેલ હતી જે શખ્સની સાથે સગાઈ તૂટી ગયેલ હતી જે બાબતનો ખર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છના રાપર તાલુકાના સાણવા ગામ રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતાં મોમૈયાભાઈ ભગવાનભાઈ રબારી (૨૨) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સાજણ નારણભાઇ રબારી રહે. ભૂકિયા ગામના રહેવાસી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તે કચ્છથી માટી ભરી મોરબી વાહનને ખાલી કરવા માટે ગત તા ૨૮ ના રોજ આવેલ હતા ત્યારે લક્ષ્મીનગર ગામ નજીક લક્ષ્મી પ્લાઝા પાસે શેરડીના રસ વાળા પાસે આરોપી સાજણ નારણભાઇ રબારીએ અચાનક પાછળથી આવીને તેના ઉપર પાઈપ વડે હુમલો કરેલ હતી અને માથાના ભાગે પાઈપનો એક ઘા માર્યો હતો તેમજ હાથમાં માર માર્યો હતો જેથી કરીને ફરિયાદીને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યારે બાદ મોમૈયાભાઈએ પોલીસને જણાવ્યુ હતું કે, અગાઉ આરોપી સાજણની સગાઈ મોમૈયાભાઈના પત્ની વિરાબેન સાથે થઈ હતી જે સગાઈ તૂટી ગયા બાદ મોમૈયાભાઈ સાથે છ મહિના પહેલા તેની સગાઈ અને લગ્ન થયા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીએ હુમલો કરેલ છે જેની પોલીસે નોંધ કરીને આરોપીને પકડવા માટે પીએસઆઈ એન.બી. ડાંગર અને વિજયભાઈ સવાસેટા તપાસ કરી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પાડલીયા (૩૯) નામનો યુવાન મોડપર ગામથી રવાપર જતો હતો ત્યારે રસ્તામાં નાનીવાવડી ગામ પાસે આવેલ સમજુબા સ્કુલ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને જેથી કરીને તે યુવાનને ઇજાઓ થયા હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ સબળસિંહ સોલંકી કરી રહ્યા છે






Latest News