મોરબીમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન
મોરબીના નીચી માંડલ નજીક મહિલાને અજાણ્યા બાઈક ચાલકે માથામાં માર માર્યો
SHARE






મોરબીના નીચી માંડલ નજીક મહિલાને અજાણ્યા બાઈક ચાલકે માથામાં માર માર્યો
મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાને અજાણ્યા બાઈક ચાલકે માથામાં માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે આવેલ શિવ પેટ્રોલ પંપની સામે સેનેસ્ટ્રો સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં મીનાકુમારી દિલીપકુમાર આલડીયા (૨૪) નામના મહિલાને રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા બાઈક વાળાએ માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે
યુવાન સારવારમાં
મોરબીના લાલપર ગામે રહેતા મોહનભાઈ દાનાભાઈ સોલંકી (૪૭) નામનો યુવાન ઓમકાર પેટ્રોલ પંપ પાસે લાલપર નજીક સર્વિસ રોડને ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં મોહનભાઈને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે
મારા મારીમાં ઇજા
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી જેમાં ત્યાં રહેતા સંજયભાઈ જગદીશભાઈ સારેસા (૨૮) અને તે જ વિસ્તારમાં રહેતા શીવાભાઈ કેશુભાઈ સારેસા (૫૨) નામના બે વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે


