મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જસાપર ગામનો બનાવ : મકાનની અગાસીએ પાણી છાંટતા સમયે પડી જતા આધેડ મહિલાનું મોત


SHARE











મોરબીના જસાપર ગામનો બનાવ : મકાનની અગાસીએ પાણી છાંટતા સમયે પડી જતા આધેડ મહિલાનું મોત

મોરબી જીલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આધેડ મહિલા ઊંચાઇએથી નિચે પડી જતા તેણીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે માળિયાના જસાપર ગામે અગાસીએ મકાનનું બાંધકામનું કામ ચાલતું હોય અને પાણી છાંટવા માટે ઉપર ચડે મહિલા ઊંચાઈએથી નીચે પડી ગયા હતા.જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતું.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાના ઘરે મકાનનું બાંધકામનું કામકાજ ચાલુ હોય તેઓ ઘરની અગાસી ઉપર મકાનના કામમાં પાણી છાંટવા માટે ચડ્યા હતા.તે દરમિયાનમાં તેઓ અકસ્માતે નીચે પડી ગયા હતા.જેથી ઇજાઓ થવાથી તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે અહીં ડોક્ટરે જોઈ તપાસીને દિવાળીબેનને મૃત જાહેર કર્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.જોકે આ બનાવ માળિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલો હોવાથી આગળની તપાસ માટે માળીયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

રવાપર ગામે આગ લાગવાથી નુકસાની

મોરબીના રવાપર ગામે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોહમભાઈ અમિતભાઈ ગોહેલ (૨૮) રહે.શિવમ હાઈટ મહાબલિ હનુમાન મંદિર પાસે રવાપર તા.જી.મોરબી વાળાએ આવીને જાહેર કર્યું હતું કે, તેઓની કારમાં રવાપર ગામ નજીક આગ લાગી હતી.જેથી કરીને આગના આ બનાવમાં કારમાં નુકસાની થવા પામી છે.પોલીસે હાલ આ બાબતે જાણવા જોગ દાખલ કરી હતી અને આ કેસની આગળની તપાસ પ્રભાતભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામે રહેતા કમલેશભાઈ નીમાભાઇ વાસુનિયા નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીન શનાળા રોડ એસાર પંપ પાસેથી તે બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામતા તેને સારવારમાં ખસેડાયો હતો.હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા તનવીર અબ્દુલભાઈ ડોસાણી નામના ૧૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News