મોરબીના જસાપર ગામનો બનાવ : મકાનની અગાસીએ પાણી છાંટતા સમયે પડી જતા આધેડ મહિલાનું મોત
મોરબી નજીક ત્રિમંદિર પાસેથી રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં
SHARE






મોરબી નજીક ત્રિમંદિર પાસેથી રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર પાસેથી રીક્ષા લઈને પસાર થયેલા આધેડની રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા અબ્દુલભાઈ સુમારભાઈ સુમરા (૫૦) નામના આધેડ રિક્ષામાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં અબ્દુલભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ વ્યાસ (૫૯) નામના વૃદ્ધ કુળદેવી પાન પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં ચંદ્રકાંતભાઈને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે
બાળક સારવારમાં
મોરબીમાં ત્રાજપર પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ચંદ્રવાડીયાનો દીકરો દેવાંગ દિનેશભાઈ ચંદ્રવાડીયા (૧૨) તેના પિતાના બાઈકમાં પાછળના ભાગે બેસીને વાડીએ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને તેને ઇજા થયેલ હતી માટે તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી છે


