મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ભૂંડ પકડવાનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને ઉપર ચાર શખ્સોનો પાઇપ-ધોકા વડે હુમલો


SHARE















મોરબીના રફાળેશ્વર ગામે ભૂંડ પકડવાનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને ઉપર ચાર શખ્સોનો પાઇપ-ધોકા વડે હુમલો

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ વરૂડી ચેમ્બરમાં બાપા સીતારામ કાંટા પાસે ભૂંડ પકડ્યા બાદ તેનો વજન કરાવવા માટે વજન કાટે ગયેલા ત્રણ વ્યક્તિઓ ઉપર ભૂંડ પકડવા બાબતે બોલાચાલી કરીને ચાર શખ્સો દ્વારા લાકડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેય વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારમાં ભુંડ પકડવા માટે આવશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ વાદીપરામાં રહેતા અને ભૂંડ પકડવાનું કામ કરતા દેવાસીંગ ઉર્ફે કલ્લુસિંગ પ્રતાપસિંગ ડાંગી જાતે શીખ સરદારજી (૨૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશસિંગ રામસિંગ ડાંગી રહે. નર્મદા હોલ પાસે શિવ સોસાયટી કાલિકા પ્લોટ મોરબી, સન્નીસિંગ મોહનસિંગ બાવરી રહે. લીલપર રોડ મોરબી, પ્રીતમસિંઘ ગુરુમુખસિંગ ટાંક રહે. સર્કિટ હાઉસ સામે મોરબી અને તિલકસિંગ ચંદાસીંગ ટાંક રહે. ટિંબડી પાટીયા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તેમજ તેની સાથે સતપાલસિંગ અને બલરામસિંગ આ ત્રણેય વ્યક્તિઓએ ભૂંડ પકડેલ હતા અને તે ભૂંડ વજન કાંટો કરીને મોટી ગાડીમાં ભરવા માટે થઈને આરોપી તિલકસિંગ ચંદાસીંગ ટાંકને ફોન કર્યો હતો અને પોતાની ગાડીમાં ભૂંડ ભરી કાંટો કરાવવા માટે ગયા હતા ત્યારે રફાળેશ્વર ગામ નજીક આવેલ વરૂડી ચેમ્બરમાં આવેલ બાપાસીતારામ કાંટા પાસે ચારેય આરોપીઓ હાજર હતા અને તેઓ ફરિયાદી તથા તેની સાથે રહેલા વ્યક્તિઓને ગાળો દેતા હતા જેથી કરીને ગાળો દેવાનીના પાડી હતી જેથી કરીને દેવાસીંગે પાઇપ વડે હુમલો કર્યો હતો જ્યારે તેની સાથે રહેલા અન્ય ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી કરીને ફરિયાદી સહિત ત્રણેય વ્યક્તિઓને ઈજા થઈ હતી અને આરોપીઓએ ફરી વખત પોતાના વિસ્તારમાં ભૂંડ પકડવા આવશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

કાર ચાલકે હડફેટે લેતા ઇજા

મોરબીના ઘાંચીપરામાં રહેતા ગુલામ સુલેમાનભાઈ (૪૫) નામના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યાર eઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News