મોરબીના રફાળેશ્વર ગામે ભૂંડ પકડવાનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને ઉપર ચાર શખ્સોનો પાઇપ-ધોકા વડે હુમલો
મોરબી શહેર-તાલુકમાંથી ચોરી કરેલા ૩ સહિત કુલ ૪ ચોરાઉ બાઇક સાથે ત્રણ આરોપીની ધરપકડ: બેની શોધખોળ
SHARE








મોરબી શહેર-તાલુકમાંથી ચોરી કરેલા ૩ સહિત કુલ ૪ ચોરાઉ બાઇક સાથે ત્રણ આરોપીની ધરપકડ: બેની શોધખોળ
મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી બાઇક ચોરીની ઘટનાઓ બનેલ હતી જેથી કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં એલસીબીની ટીમે ૪ ચોરાઉ બાઈકની સાથે હાલમાં ત્રણ શખ્સને પકડાયા છે અને ત્રણ અનડીટેકટ બાઇક ચોરીના ગુનાઓ ડીટેકટ કરલે છે અને હાલમાં ૧,૨૩,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને બે શખસોના નામ સામે આવ્યા છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર મોરબી જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ત્રણ ઇસમો બે નંબર વગરના બાઈકની સાથે નીકળ્યા હતા અને તે શંકાસ્પદ જણાતા બાઈકના બીલ અને આધાર પુરાવા મંગયા હતા ત્યારે તેની પાસે કાગળ ન હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને આ બાઇક તેને ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા ત્રણેય ઇસમોને એલસીબી કચેરી ખાતે લાવી વિશેષ પુછપરછ કરી હતી ત્યારે આ શખ્સોની પાસેથી કુલ મળીને ૪ બાઇક મળી આવ્યા હતા જે બાઇક રાજકોટ તથા મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી લાવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી મોરબી સીટી એ ડીવીજન વિસ્તારમાંથી બે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એમ બાઇક ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરે છે અને ૧,૨૦,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે
હાલમાં જે આરોપીને પકડ્યા છે તેમાં રફીકભાઇ હારૂનભાઇ મિયાણા (૨૫) રહે. કાજરડા, સલમાન પીરની દરગાહ પાસે માળીયા, હનીફ દોષમામદ મિંયાણા (૨૫) રહે. કાંજરડા સરકારી સ્કુલની બાજુમાં માળીયા અને અકબર ઉર્ફે અકુડો અબ્દુલભાઇ મિયાણા (૨૦) રહે. નવા અંજીયાસર માળીયા વાળાનો સમાવેશ થાય છે અને આ ગુનામાં હજુ અબ્દુલભાઇ હાજીભાઈ કાજેડીયા અને રીયાઝ ઉર્ફે ડાડો હારૂનભાઇ રહે. બંને કાજરડા વાળાને પકડવાના બાકી છે આ આરોપીઓ દિવસના સમયે રાજકોટ તથા મોરબી સીટી વિસ્તારમાં ફરી ભીડભાડ વાળી જગ્યાઓની રેકી કરી મોટર સાયકલ પાર્ક કરેલ હોય તે જગ્યાએ ધ્યાન રાખી લેતા હતા અને લોક કર્યા વગરના બાઇકને ડાયરેન્ટ કરીને તેની ચોરી કરતાં હતા આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફે કરી હતી
કાર ચાલકે હડફેટે લીધો
મોરબીની રવાપર ચોકડી પાસે રહેતો જેનીસ રજનીકાંત રંગપરીયા (૧૭) નામનો તરુણ દુકાને નાસ્તો લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે નિર્મલ સ્કૂલ સામે કાર ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં જેનિસને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા જેનિસને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરેલ છે અને બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
