મોરબી શહેર-તાલુકમાંથી ચોરી કરેલા ૩ સહિત કુલ ૪ ચોરાઉ બાઇક સાથે ત્રણ આરોપીની ધરપકડ: બેની શોધખોળ
મોરબી નજીક કારખાનામાં ટાંકીના સફાઈ કરતાં સમયે ગુંગણામણથી બે શ્રમિકોના મોતના ગુનામાં બે સુપરવાઇઝરની ધરપકડ
SHARE








મોરબી નજીક કારખાનામાં ટાંકીના સફાઈ કરતાં સમયે ગુંગણામણથી બે શ્રમિકોના મોતના ગુનામાં બે સુપરવાઇઝરની ધરપકડ
મોરબી તાલુકાના ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકી સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા ત્યારે ગુંગણામણ થવાના કારણે ચાર પૈકીના બે શ્રમિક યુવાનોના મોત નિપજયા હતા જે બનાવમાં પોલીસે હાલમાં બે સુપરવાઇઝરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ખારેચીયા નજીક આવેલ બાયોજોફીક લાઇફ લાઇફ સાયન્સ નામના કારખાનામાં તા૪/૪/૨૪ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં ટાંકીની સફાઈ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી અને ટાંકીને સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો તેમાં ઉતર્યા હતા દરમિયાન ટાંકીની અંદર ગુંગણામણ થવાથી મંગલ મનુભાઈ સોર જાતે આદિવાસી (૨૦) અને અનંત અનુપભાઈ ઘોસાલ જાતે બ્રાહ્મણ (૨૧) રહે બંને બાયોજોફીક લાઇફ સાયન્સ કારખાનું ખારેચીયા વાળાના મોત નિપજયા હતા આ બનાવમાં વિકાસ બાબુભાઈ ડામોર અને અમરસિંગને અસર થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ત્યારે આવ્યા હતા આ ગુનામાં પોલીસે કારખાનાના સુપરવાઇઝર વિકાસ બાબુભાઈ ડામોર (૨૦) રહે. ગોયાવાડ પંચાયત જામગઢ મેઘરજ અરવલ્લી અને નિકુંજ ઉર્ફે ભીમો ભરતભાઇ સેરશિયા (૨૭) રહે. ખારેચીયા વાળાની ધરપકડ કરેલ છે
