મોરબીના અણિયારી પાસે આર.કે. ઇન્ટરનેશનલના વાડામાંથી ૬,૬૫૦ કિલો લોખંડના સળિયા સાથે ત્રણ શખ્સની અટકાયત
SHARE
મોરબીના અણિયારી પાસે આર.કે. ઇન્ટરનેશનલના વાડામાંથી ૬,૬૫૦ કિલો લોખંડના સળિયા સાથે ત્રણ શખ્સની અટકાયત
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના હળવદ રોડ ઉપર અણીયારી ગામની સીમમાં આવેલ આર.કે. ઇન્ટરનેશનલના વાડામાં લોખંડના સળિયા પડ્યા હતા જેને સગેવગે કરવાની પેરવી ચાલી રહી હતી તેવામાં પોલીસે સ્થળ ઉપરથી ૬૬૫૦ કિલો લોખંડના સળિયા જેની કિંમત ૩.૯૯ લાખના મુદામાલ સાથે હાલમાં ત્રણ શખ્સની અટકાયત કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં હળવદ રોડ ઉપર આવેલ પુષ્પાંજલિ કારખાનાની બાજુમાં આર.કે. ઇન્ટરનેશનલના વાડામાં ત્રણ શખ્સો દ્વારા ગેરકાયદેસર લોખંડના સળિયા રાખવામાં આવ્યા છે અને તે લોખંડના સળિયાને સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે તેવી હકીકત મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેથી કરીને પીએસઆઇ એસ.આઇ. પટેલ સહિતની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારે સ્થળ ઉપરથી હિતેશભાઈ જાદવભાઈ ધોરીયાણી જાતે પટેલ (૩૫) રહે. રવાપર રોડ મોરબી, કવરારામ દમારામ જાટ (૨૨) રહે બજરાડ તાલુકો ચોહટન બાડમેર અને કુરખારામ ગુમનારામ જાટ (૨૮) રહે. લીલાસર ચોહટન બાડમેર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી અને સ્થળ ઉપરથી લોખંડના ૮ એમએમ, ૧૦ એમએમ, ૧૨ એમએમ, ૧૬ એમએમ, ૨૦ એમએમ અને ૨૫ એમએમના કુલ મળીને ૬૬૫૦ કિલો વજનના સળિયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩.૦૦ લાખ રૂપિયાની કિંમતના લોખંડના સળિયા કબજે કર્યા હતા અને આ શખ્સોએ લોખંડના સળિયા ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું સામે આવતા હાલમાં પોલીસે ૪૧ (૧)(ડી) મુજબ મુદ્દામાલ કબજે કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે
માર માર્યો
મોરબીના વીસીપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો અને જે મારા મારીના બનાવમાં દાઉદભાઈ ઉંમરભાઈ મકવાણા (૬૫) નામના વૃદ્ધને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે